રોકેટ બન્યો IPO: લિસ્ટિંગના બે દિવસમાં 125% વધી ગયો, રોકાણકારોના પૈસા થઈ ગયા ડબલ
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર 17.44 ટકાની તેજીની સાથે 56.30 રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું.
Utkarsh Small Finance Bank Ltd: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર 17.44 ટકાની તેજીની સાથે 56.30 રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું. શુક્રવારે બીએસઈ પર કંપનીના શેર 25 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 39.95 રૂપિયા પર ખુલ્યો હતો. બે દિવસના ટ્રેડિંગમાં આજે શેરે પોતાના ઈન્વેસ્ટરોને 125.2 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે આઈપીઓમાં દાંવ લગાવનાર ઈન્વેસ્ટરોને બે દિવસમાં મલ્ટીબેગર રિટર્ન મળી ગયું છે.
12 જુલાઈએ ખુલ્યો હતો આઈપીઓ
આજે શરૂઆતી કારોબારમાં આ કંપનીના એનએસઈ અને બીએસઈ પર સંયુક્ત રૂપથી 83.7 મિલિયન શેરમાં ટ્રેડિંગ થઈ છે. તમને જણાવી દઈએ કે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો આઈપીઓ 12 જુલાઈએ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો અને સબ્સક્રિપ્શનના છેલ્લા દિવસે ઈશ્યૂને 110.77 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો. તેના ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (ક્યૂઆઈબી) કેટેગરીને 135.71 ગણી, નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને 88.74 ગણો અને રિટેલ ઈન્વેસ્ટર્સ ભાગને 78.38 ગણો વધુ સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ₹19 ના સ્ટોકે 1 લાખના બનાવી દીધા ₹3.37 કરોડ, કંપની દરેક શેર પર આપશે ₹100 ડિવિડેન્ડ
કંપની વિશે
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કે 2017માં બેન્કિંગ કામકાજની શરૂઆત કરી હતી. બેન્ક સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, રેકરિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ અને લોકર સહિત ઘણી સેવા આપે છે. ઉત્કર્ષ SFB ગ્રોસ લોન પોર્ટફોલિયો (GLP)ના સંદર્ભમાં ત્રીજું સૌથી ઝડપથી વિકસતું SFB છે. નાણાકીય વર્ષ 2019-23માં તે 31 ટકાના સીએજીઆરથી વધીને રૂ. 14,000 કરોડ થયું છે. તેની મુખ્ય ઓફર માઇક્રો બેન્કિંગ લોન છે. નાણાકીય વર્ષ 23 સુધીમાં તેની ડિપોઝિટ બેઝ રૂ. 13,700 કરોડ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube