શૈલેષ ચૌહાણ/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 મહિનામાં ગુજરાતના આ ગામમાં વાહનો પર છે પ્રતિબંધ, જેનું કનેક્શન છે 350 વર્ષ જૂની પરંપરા સાથે


શાકભાજીના કિલોના ભાવ ( રિટેલ )


  • બટાકા 16 રૂપિયા

  • ડુંગળી 70 રૂપિયા

  • ગવાર 70 રૂપિયા

  • ભીંડા 50 રૂપિયા

  • ફ્લાવર 80 રૂપિયા

  • કોબી 30 રૂપિયા

  • રવૈયા 50 રૂપિયા

  • ગિલોડા 100 

  • વાલોર 80 

  • રીંગણ 50 રૂપિયા

  • તુરિયા 60

  • શિમલા મિર્ચ 60

  • પરવળ 70 

  • કારેલા 50

  • કાકડી 50

  • દૂધી 40

  • વટાણા 140

  • ભટ્ટા 50

  • ગલકા 50

  • દૂધી 40


ડુંગળીની આવક ઘટતા ભાવ વધ્યા
તો નાસિક, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને ડુંગળીનું કરાયેલું વાવેતરનો બગાડ થયો છે. જેથી ડુંગળીની આવક પણ ગુજરાતમાં ઘટી છે. જેથી ડુંગળીની અછત સર્જાઈ છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલું જ નહિ, બીજી શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. વધેલા ભાવો હજી એક મહિના સુધી ઘટે તેવી શક્યતા નથી દેખાઈ રહી. ત્યારે રોજબરોજ ઘરમાં વપરાતી ડુંગળીને લઈને ગૃહિણીઓને પણ મોંઘવારી પર માર પડ્યો છે. જે ડુંગળી તમામ શાકમાં વપરાય છે તે રૂ 70ની કિલો મળતા પણ વપરાશ પણ ઓછો કરવો પડ્યો છે. હાલ ગૃહિણીઓ માંગ કરી રહી છે કે શાકભાજીના ભાવ સસ્તા થાય તો થાળીમાં કંઈક પીરસી શકાય. 


અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ


ઉલ્લેખનીય છે કે,  ડુંગળીની કિંમતોએ (Onion Price) સામાન્ય માણસોને રોવડાનું શરૂ કરી દીધું છે. દેશની રાજધાની દિલ્હીમાં આવેલા આજાદપુર બજારમાં ડુંગળીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. જે 2015 બાદ સોથી ઉંચા સ્તર પર છે. જ્યારે એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે. જેના કારણે બજારની આવક પણ ઘટી રહી છે. ખર્ચની સરખામણીએ આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. આજાદપુર બજારમાં કારોબારી અને ઓનિયન મર્ચેન્ટ એશોસિએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ કહ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટી માત્રામાં નુકશાન થયું છે. અને નવા ડુંગળીના પાક માટે રાહ જોવી પડશે. શર્માએ જણાવ્યું કે આ પહેલા ડુંગળીના ભાવ 2015માં 50 રૂપિયે કિલો પર પહોંચ્યા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ડુંગળીના ભઆવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ગત અઠવાડિયે તેમના ન્યુનતમ નિર્યાત મૂલ્ય એટલે કે એમઆઇપી 850 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે જેથી નિર્યાત પર રોક લાગવાથી દેશના બજારોમાં ડુંગળીની સપ્લાય ચાલુ રહી શકે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલેકે ડીજીએફટીના 12 સપ્ટેમ્બર દ્વારા બહાર પડાવામાં આવેલા અધિસુચન અનુસાર ડુગલીના ન્યૂનતમ નિકાસ ભાવની કિંમત 850 ડોલર પ્રતિ ટનથી ઓછા ભાવ પર નિયાતની અનુમતી પણ આપાવમાં આવી છે.