નવી દિલ્હીઃ શાકાહારી ભોજન (Vegetarian Thali)કરતા લોકો માટે મોંઘવારી વધી ગઈ છે. તો નોનવેજ (Non Veg Thali)ખાતા લોકો માટે રાહતના સમાચાર છે. શાકાહારી થાળીની કિંમત વધવાની પાછળનું કારણ છે બટાટા, ડુંગળી અને ટામેટાની કિંમતમાં વધારો થયો. નોન વેજ થાળીના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી વિશે ઘરેલૂ રેટિંગ એજન્સી ક્રિસિલે રિપોર્ટ (Domestic Rating Agency CRISIL Reports)જાહેર કર્યો છે. તેમાં તેમણે જણાવ્યું કે શાકાહારી થાળીની કિંમત વધવાની પાછળનું મુખ્ય કારણ ટામેટા, ડુંગળી અને બટાવાની કિંમતમાં થયેલો વધારો છે. ક્રિસિલ દ્વારા દર મહિને મંથલી રોટી રાઇસ રેટ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં તેણે કહ્યું કે પોલ્ટ્રીની કિંમતો ઘટી ગઈ છે. જેના કારણે નોન વેજ થાળીના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે.


જાણો ખાવાની થાળીના નવા ભાવ
બટાટા, ટામેટા અને ડુંગળી જેવા શાકભાજીની સાથે લોટ, દાળ, ચોખા, સલાડના ભાવમાં વધારો થયો છે. આ વધારો 27.3 રૂપિયા પ્રતિ પ્લેટ થયો છે. એક વર્ષ પહેલા આ સમયમાં તેની કિંમત 25.5 રૂપિયા હતી. આ વર્ષે માર્ચ મહિનાની તુલનામાં ફેબ્રુઆરી મહિનામાં વેજ થાળીની કિંમત વધુ હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2024માં થાળીનો ભાવ 27.4 રૂપિયા હતો.


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આ 6 ભથ્થાંમાં મોટા ફેરફારો, મેમોરેન્ડમ જાહેર


શાકભાજીને કારણે વધી મોંઘવારી
શાકની આવક ઓછી થવાને કારણે વાર્ષિક આધાર પર ડુંગળી 40 ટકા, ટામેટા 36 ટકા અને બટાટાના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે. હવામાનના મારને કારણે પાકને ખુબ નુકસાન થયું છે. જેના કારણે દાળ અને ચોખાની આવક ઓછી થઈ છે. જેના પરિણામસ્વરૂપ એક વર્ષમાં દાળની કિંમતમાં 22 ટકા અને ચોખાની કિંમતમાં 14 ટકાનો વધારો થયો છે.


એક વર્ષ પહેલા નોન વેજ થાળીનો ભાવ 59.2 રૂપિયા હતો. જે હવે ઘટીને 54.9 રૂપિયા થઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં ભાવ 54 રૂપિયા પ્રતિ થાળી હતો. રામઝાનને કારણે નોનવેજની ડિમાન્ડ વધી ગઈ છે. બ્રોયલરના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. પરંતુ આ પહેલા વર્ષ દર વર્ષ બ્રોયલરની કિંમત ઘટી હતી. જેના કારણે નોન વેજ થાળીના ભાવ ઘટી ગયા હતા.