નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) વર્ષ 2021-22 નું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ એક અંતરિમ બજેટની સાથો-સાથ મોદી સરકારનું નવું બજેટ છે. આ અગાઉ મોદી સરકાર 8 વખત દેશનું બજેટ રજૂ કરી ચૂકી છે. આ બજેટ એવા સમયે રજૂ થયું છે જ્યારે દેશ અને દુનિયા કોવિડ-19ની મહામારીથી બહાર આવી રહી છે. આ બજેટ ઘણી બાબતોને લઈને ઐતિહાસિક છે. જૂની ગાડીઓ કેટલો સમય તમે પોતાની પાસે રાખી શકશો તે અંગે મોટી જાહેરાત કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2021: પેંન્શન વડે થનાર કમાણી પર ચૂકવવો નહી પડે, 75+ વડીલોને ઇનકમ ટેક્સમાંથી છૂટ


નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુંકે, જૂની ગાડીઓને ભંગારમાં લઈ જઈને સ્ક્રૈપ કરવામાં આવશે. જેના કારણે પ્રદૂષણ નિયંત્રણમાં રહેશે. સાથે જ તેલનું આયાત બિલ પણ ઘટશે. દેશભરમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી ગાડીઓને 20 વર્ષ પછી આવા ઓટોમેટેડ સેન્ટરોમાંથી ફિટનેસ સર્ટી મેળવવાનું રહેશે. ખાનગી વાહનોએ 20 વર્ષ બાદ અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં લઈ જવા પડશે. 


Budget 2021: LIC નો આવશે IPO, આગામી વર્ષે ઘણી સરકારી કંપનીઓનું થશે વિનિવેશ


નિર્મલા સીતારમણે કહ્યુંકે, આ પોલીસીનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો છે. અને ખાસ કરીને જૂની ગાડીઓને રસ્તાઓ પરથી દૂર કરવાનો છે. 15 વર્ષથી જૂની ગાડીઓની રિસેલ વેલ્યૂ પણ ખુબ જ ઓછી થઈ જાય છે. અને આવી ગાડીઓ ખુબ પ્રદૂષણ ફેલાવતી હોય છે. Vehicle Scrappage Policy ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. Ministry of Road Transport and Highways એ 15 વર્ષ જૂના Government Vehicles ને એપ્રિલ 2022 થી ગંભાર (Scrap) માં મોકલી દેવાની Policy ને મંજૂરી આપી દીધી છે.


Budget પહેલાં આજથી લાગૂ થયા 10 નવા નિયમ, તમારા પર પડશે સીધી અસર


માનવામાં આવે છેકે, Budget 2021 માં Scrap Policy બધા માટે લાગૂ કરી દેવામાં આવશે. સરકારે 2030 સુધીમાં દેશને પુરી રીતે ઈ-મોબિલિટી પર શિફ્ટ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. એનો મુખ્ય હેતુ દેશના કાચા તેલના આયાત બિલને ઘટાડવાનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube