Vibhor Steel IPO: 86% GMP સાથે ધમાલ મચાવી રહ્યો છે આ આઈપીઓ, આવતીકાલથી લગાવી શકો છો દાવ
Vibhor Steel IPO: વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 13 ફેબ્રુઆરીએ ઓપન થશે. આઈપીઓના એક લોટમાં 99 શેર છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં શાનદાર પરફોર્મ કરી રહ્યાં છે.
Vibhor Steel Tube IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. શેર બજારમાં 13 ફેબ્રુઆરીથી વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 15 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. તેની પ્રાઇઝ બેન્ડ 141 રૂપિયાથી લઈને 151 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 72.17 કરોડ રૂપિયા છે.
લોટ સાઇઝ
જાણકારી પ્રમાણે આ આઈપીઓના એક લોટમાં 99 શેર છે. એક લોટની બોલી લગાવનાર ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14949 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઈશ્યૂમાં 50 ટકા ભાગ સંસ્થાગત ઈન્વેસ્ટરો, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે અને 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. શેરનું લિસ્ટિંગ 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે. કંપનીના શેર એનએસઈ અને બીએસઈ પર લિસ્ટ થશે.
આ પણ વાંચોઃ DA Hike બાદ કેન્દ્રીય કર્મચારીઓ મળશે બીજા ખુશીના સમાચાર! HRAમાં પણ થશે વધારો
Vibhor Steel Tube IPO આજનો GMP
માર્કેટના જાણકારો પ્રમાણે વિભોર સ્ટીલ ટ્યૂબના શેર ગ્રે માર્કેટમાં 130 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે, જે અપર પ્રાઇઝ બેન્ડ 151 રૂપિયાથી 86 ટકા છે. જીએમસી પ્રમાણે વિભોર સ્ટીલ ટ્યૂબ આઈપીઓનું લિસ્ટિંગ 281 રૂપિયા નજીક થઈ શકે છે. નોંધનીય છે કે જીએમપીમાં માર્કેટની પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થતો રહે છે.
વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો કારોબાર
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ એક હાઈ ક્વોલિટી સ્ટીલ પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે. કંપનીના હાઈ-એન્ડ સ્ટીલ ટ્યૂબ્સ અને પાઇપ્સનો ઉપયોગ ઘરેલુ, એગ્રીકલ્ચર અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં થાય છે. કંપનીની પાસે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીને 1114 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કંપનીને 21.07 કરોડ રૂપિયાનો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બરના ક્વાર્ટર સુધી કંપનીને 531.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ દરમિયાન કંપનીને 8.52 કરોડ રૂપિયાનો નફો થયો હતો.