કેતન જોશી, અમદાવાદ: જો તમે અમદાવાદમાં રહો છો અને તાજા ફળ ખાવા માંગો છો અને તે પણ વ્યજાબી ભાવે તો જલદી જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. ફાર્મ 2 ડોર (Farm2door)ના નામથી એક સ્ટાર્ટઅપે વાઈબ્રન્ટ સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું અને થોડા દિવસોમાં તે અમદાવાદમાં પણ શરૂ કરવામાં આવશે. આ સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા કાર્ટ દોડશે?
કંપનીના કો-ફાઉંડર મૌલિક મોકરિયાએ જણાવ્યું કે થોડા દિવસોમાં અમદાવામાં 25થી વધુ કાર્ટ દોડવા લાગશે. થોડા મહિના બાદ આ સંખ્યા વધીને 300 થઇ જશે. 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


કેવું હશે બિઝનેસ મોડલ?
મોકરિયાએ જણાવ્યું કે અમે ખેડૂતો સાથે સંયુક્ત ઉદ્યમ લાવીશું. તેમના ખેતરમાંથી તાત્કાલિક પેકિંગ કરીને ફળ અમદાવાદ લઇને આવીશું અને ફળનું વેચાણ ઓફલાઇન અને ઓનલાઇન બંને માધ્યમોથી થશે. જો કોઇ ઘરે બેઠાઅ જ ફળ મંગાવવા ઇચ્છે છે તો અમારી એપ દ્વારા મળી જશે અને જો તમે ઘરની સામે જ અમારી કાર્ટથી ઓફલાઇન ખરીદવા માંગો છો તો પણ મળી જશે. 


શું સસ્તા મળશે ફળ?
કંપની દાવો છે ફળનો જે માર્કેટમાં ભાવ છે તેનાથી અમારા ફળ 40% થી 50% ટકા સસ્તા હશે. અમે ફળને સીધા ખેડૂતોથી ખરીદી કરી માર્કેટમાં વેચીશું. અમારો કાર્ટ એવો બનેલો છે જેમાં ફળ લાંબા સમય સુધી તાજા રહેશે.