મૌલિક ધામેચા, અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ એપોર્ટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તો વડાપ્રધાન મોદી સહિત વિદેશી મહેમાનોને સુરક્ષા પુરી પાડવા એરપોર્ટ ને પોલીસ છાવણીમાં ફેરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટની બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે પોલીસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ગોઠવાયો છે આ લોખંડી બંદોબસ્તમા અધિકારીઓથી લઇ મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસની પણ મદદ લેવાઈ છે અને ત્રણ દિવસ સુધી સતત ૨૪ કલાક સુધી પોલીસ ખડે પગે રહેશે અમદાવાદ એરપોર્ટ પર આવનાર વિદેશી મહેમાનોને વાઈબ્રન્ટ સમિટ સુધી પહોંચાડવા પોલીસે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે કેવી છે આ સુરક્ષા વ્યવસ્થા જુઓ.

વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું


- વાઇબ્રન્ટને લઇ પોલીસ એક્શનમાં 
- એરપોર્ટ પર ગોઠવાયો લોખંડી બંદોબસ્ત 
- માત્ર એરપોર્ટ પર 2 DCP, 8 ACP, 150 પોલીસ અધિકારી સહિત 1400 જવાન રહેશે ખડેપગે 
- ત્રણ દિવસ સુધી રહેશે 24 કલાક પોલીસ તૈનાત  

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ


૧૭ અને ૧૮ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ગ્લોબલ સમિટને ખુલ્લો મૂકી વી એસ હોસ્પિટલ ઉદ્ઘાટન કરનાર છે જેને લઇ સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસે ખાસ રિહર્સલ નું આયોજન કર્યું હતું ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ અને એરપોર્ટથી વી.એસ.હોસ્પિટલ અને ત્યાંથી પરત ફરતા ગાંધીનગર સુધીના રોડ ઉપર એસપીજી સાથે પોલીસે રિહર્સલ કર્યું 20થી વધુ પોલીસ કાફલામાં જોડાઈ હતી વાઈબ્રન્ટ અને વડાપ્રધાનના આગમનને લઇ પોલીસ અધિકારીઓ તૈનાત હશે. 

Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ


વાઈબ્રન્ટ ગુજરાત 2019ને લઈ પોલીસનો ખાસ બંદોબસ્ત
1 - એડી. ડીજી
5 - આઈજી/ ડીઆઈજી
23 - એસપી/ડીસીપી
64 - એસીપી/ડીવાયએસપી
179 - પીઆઇ
419 - પીએસઆઈ
3000 - જેટલા પોલીસ જવાનો
280 - ટ્રાફિક જવાનો
68 - કમાન્ડો 
5 - SRP ટુકડીઓ
BDDS ટિમ,અશ્વ દળ 
- ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટિમો પણ વાઈબ્રન્ટ બંદોબસ્તમાં 
- વી એસ હોસ્પિટલ ઉદ્ઘાટન માટે ખાસ બંદોબસ્ત


ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત ટ્રાફિક વિભાગના અધિકારીઓને સાથે રાખી અંતિમ ઘડીએ રીવ્યુ જાણવા આ રિહર્સલ કરવામાં આવ્યું સાથે જ અનુભવી અધિકારીઓને પણ વાઇબ્રન્ટની અંદર અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.