નવી દિલ્હી : વિયતનામની VietJet એરલાઇન 'બિકિની એરલાઇન' તરીકે ઓળખાય છે. આ એરલાઇન બહુ જલ્દી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવાની છે. આ એરલાઇને જાહેરાત કરી છે કે તેની ફ્લાઇટ નવી દિલ્હીથી વિયતનામના Chi Minh City સુધી શરૂ થશે. આ સેવા આ વર્ષે જુલાઈ કે ઓગસ્ટ વચ્ચે શરૂ થવાની આશા છે. આ ફ્લાઇટ્સ નવી દિલ્હીથી અઠવાડિયામાં ચાર વાર ઉડાન ભરશે. આ એરલાઇન બોલ્ડ માર્કેટિંગ તિકડમ માટે જાણીતી છે. આ એરલાઇનને વુમન એન્ટરપ્રેન્યોર Nguyen Thi Phuong Thao ચલાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એરલાઇનની એરહોસ્ટેસનો ડ્રેસ કોડ CEO 'Nguyen Thi Phuong Thao'એ પસંદ કર્યો્ છે. તે વિયતનામની પહેલી બિલિયન એર મહિલા છે. હાલમાં જ એરલાઇન ફુટબોલ ટીમના વેલકમ વખતે એરહોસ્ટેસને Lingerieનો પોષાક પહેરાવ્યો હોવાના પગલે ચર્ચામાં આવી હતી. 


એરલાઇન દુનિયાની સૌથી વિવાદાસ્પદ એરલાન્સમાંથી એક છે કારણ કે કેટલાક દેશ બિકિનીધારી એરહોસ્ટેસની વિરૂધ્ધમાં છે. VietJet વિયતનામની પહેલી પ્રાઇવેટ એરલાઇન છે. 2017માં કંપનીએ 1.7 કરોડ પ્રવાસીઓને પ્રવાસ કરાવ્યો હતો અને કુલ $986 મિલિયન એટલે કે 64 અરબ રૂ.થી વધારે કમાણી કરી હતી. આવકનો આ આંકડો 2016ની સરખામણીમાં 41.8 ટકા વધારે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે VietJetના વિમાન દેશ અને વિદેશના લગભગ 60 રૂટ પર ઓપરેટ થાય છે.  2023 સુધી કંપનીનું લક્ષ્ય વધારે 200 એરક્રાફ્ટનો પોતાના કાફલામાં સમાવેશ કરવાનું છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...