નવી દિલ્હીઃ વિજય ચંડોક ICICI સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હશે. આઈસીઆઈસીઆઈ બેન્કે શનિવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, તેમનો કાર્યકાળ સાત મે 2019થી શરૂ થશે. ICICI સિક્યુરિટીઝ, ICICI બેન્કની સબ્સિડરી કંપની છે. શેર બજારમાં ઉપલબ્ધ કરાવેલી સૂચના અનુસાર ચંડોકનો કાર્યકાળ 7 મે 2019થી શરૂ થશે. વર્તમાનમાં તેઓ આઈસીઆઈસીઆઈ બેન્કના કાર્યકારી નિયામક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય ચંડોક 1993માં આઈસીઆઈસીઆઆઈ ગ્રુપમાં જોડાયા હતા. વર્તમાનમાં તેમના પર આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ગ્રુપના ડાયરેક્ટરની જવાબદારી છે. આ સિવાય તેઓ ICICI બેન્કના UK PLC અને ICICI Bank Canadaના બોર્ડમાં પણ સામેલ છે. આ સિવાય તેમના પર આઈસીઆઈસીઆઈ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીની પણ જવાબદારી છે. 


વિજય ચંડોલે NMIMS કોલેજમાંથી માસ્ટર ઇન બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેમણે IIT BHUમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેઝ્યુએશન કર્યું છે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર