દિગ્ગજ રોકાકાર વિજય કેડિયાએ થ્રી વ્હીલર બનાવતી કંપની અતુલ ઓટોના શેર ખરીદેલા છે. કેડિયા પાસે અતુલ ઓટો લિમિટેડના 5,50,505 શેર થઈ ગયા છે. કંપનીમાં હવે તેમની ભાગીદારી વધીને 18.20 ટકા થઈ ગઈ છે. જૂન 2023 ત્રિમાસિકના અંતમાં અતુલ ઓટોમાં વિજય  કેડિયાની ભાગીદારી 13.70 ટકા હતી. એટલે કે દિગ્ગજ રોકાણકારે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અતુલ ઓટોમાં પોતાની ભાગીદારી 4.50 ટકા વધારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 રૂપિયાથી 600 રૂપિયા પર પહોંચ્યો
મલ્ટીબેગર સ્ટોક અતુલ ઓટોએ રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 30 ડિસેમ્બર 2022ના રોજ 1.13 રૂપિયા પર હતા. અતુલઓટોના શેર 2 નવેમ્બર 2023ના રોજ 611.60 રૂપિયા પર પહોંચ્યા. કંપનીના શેરોએ આ પીરિયડમાં રોકાણકારોને 54000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 30 ડિસેમ્બર 2002ના રોજ અતુલ ઓટોના શેરમાં એક લાખ રૂપિયા રોક્યા હોત અને રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલના સમયમાં તે શેરની વેલ્યું 5.4 કરોડ રૂપિયા હોત. 


3 વર્ષમાં શેરોમાં 290 ટકાનો ઉછાળો
અતુલ ઓટો લિમિટેડના શેરોમાં છેલ્લા 3 વરષમાં 290 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 30 ઓક્ટોબર 2020ના રોજ 157.10 રૂપિયા પર હતા. અતુલ ઓટોના શેર 2 નવેમબર 2023ના રોજ 611.60 રૂપિયા પર પહોંચી ગયા. છેલ્લા એક વર્ષમાં અતુલ ઓટોના શેરોમાં 123 ટકાની તેજી આવી છે. અતુલ ઓટોના શેર 3 નવેમ્બર 2022ના રોજ 273.95 રૂપિયા પર હતા, જે હવે 611.60 રૂપિયા પર પહોંચ્યા છે. અતુલ ઓટોના શેરનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 683.30 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 239.80 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube