મુંબઈ : IDBI બેન્કે ભાગેડુ વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો છે. મુંબઇમાં IDBI બેન્કના એનપીએ મેનેજમેન્ટ ગ્રૂપે એક જાહેર નોટિસ ઈશ્યૂ કરીને જણાવ્યું છે કે કિંગફિશર એરલાઇને બેન્કના રૂ. 1,566 કરોડનું દેવું ચૂકવ્યું નથી. વિજય માલ્યા હાલ લંડનમાં જામીન પર છે. IDBI બેન્ક દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર માલ્યાનો જૂનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. આ નોટિસમાં વિજય માલ્યાનું જૂનું એડ્રેસ યુબી ટાવર, બેંગલુરુ આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આઇડીબીઆઇ બેન્કે આ નોટિસ દ્વારા જાહેર જનતાને તાકીદ કરી છે કે કોઇ પણ વ્યક્તિ કરજદાર-ગેરન્ટરની કોઇ પણ સંપત્તિ સાથે ડીલ કરશે નહીં, કારણ કે માલ્યા પાસેથી જંગી રકમ વસૂલવાની બાકી છે. અન્ય બેન્કને રૂ. 9 હજાર કરોડનો ચૂનો લગાડીને લંડન ભાગી ગયેલા માલ્યા હાલ લંડનની કોર્ટમાં વિવિધ ચુકાદાનો સામનો કરી રહ્યો છે.


ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. બેંકો સાથે 9000 કરોડ રૂપિયાની ઉચાપણ મામલે માલ્યા વિરુદ્ધ ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...