ભારત પાછો આવવા માગે છે ભાગેડુ માલ્યા, બેંકની લોન ચૂકવવા પણ તૈયાર, આ છે પ્લાન
હાલમાં વિજય માલ્યાએ વડાપ્રધાન અને નાણામંત્રીને લખેલો કાગળ પણ ટ્વિટ કર્યો હતો
નવી દિલ્હી : ભાગેડુ જાહેર થઈ ચુકેલો વિજય માલ્યા આખરે ભારતીય બેંકોની લોન ચૂકવવા માટે તૈયાર છે. તે ભારત પરત ફરીને આ લોન ચૂકવવા માગે છે. આ માટે વિજ માલ્યાએ એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે તે લોન ચૂકવવા માટે તમામ સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે તે પહેલાં જ લોન ચૂકવી દેવા માગતો હતો પણ તેને સરકારની મદદ નહોતી મળી. વિજય માલ્યાએ હવે 22 જૂને કર્ણાટક હાઇ કોર્ટમાં અપીલ કરી છે કે તેને 13,900 કરોડ રૂ.ની સંપત્તિ્ વેચવાની પરવાનગી આપવામાં આવે.
બેંકોને અબજો રુપિયામાં નવડાવીને લંડનમાં જલસા કરી રહેલા એક સમયના લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો કર્યો છે. કૌભાંડી માલ્યાએ લખ્યું છે કે, તે બેંકોની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી રહ્યો છે. પણ બેંકોને ચૂનો લગાવનારા ‘પોસ્ટર બોય’ તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. તેણે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન બંનેને 15મી એપ્રિલ 2016ના રોજ પત્ર લખ્યો હતો. અને હવે હું ચીજોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છું. માલ્યાએ કહ્યું કે પીએમ કે નાણાં મંત્રી બંનેમાંથી કોઈએ તેનો જવાબ ન આપ્યો.
એરફોર્સનું સુખોઈ જેટ મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ, બે પાઇલોટ્સનો આબાદ બચાવ
બિઝનેસ જગતના સમાચાર જાણવા કરો ક્લિક...