વિજય માલ્યાના પ્રત્યર્પણને લંડન કોર્ટે આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા
ભારતીય બેંકોના પૈસાને લઇને ભાગી જનાર બિઝનેસ મેન વિજય માલ્યાના મામલે મોદી સરકારને મોટી સફળતા મળી છે. લંડન કોર્ટે વિજય માલ્યાને ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી આપી છે. લંડનની કોર્ટમાં સુનાવણીમાં જતાં પહેલાં મીડિયા સાથે વાતચીતમાં વિજય માલ્યાએ કહ્યું કે 'મેં કોઇના પૈસા ચોર્યા નથી, મેં બેંકોને પુરા પૈસા ચૂકવવાની વાત કરી હતી. લેણું ચૂકવવાને પ્રત્યર્પણ સાથે કોઇ લેવા દેવા નથી.
આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું
વિજય માલ્યાએ જૂની વાતને વાગોળતાં કહ્યું કે તેણે કર્ણાટક હાઇકોર્ટમાં સેટલમેંટની રજૂઆત કરી હતી. વિજય માલ્યાએ કહ્યું કે કોર્ટ જે પણ ફેંસલો આપશે. તેને તેની લીગલ ટીમ જોશે. ત્યારબાદ જ આગળનું પગલું ભરશે. વિજય માલ્યાએ કહ્યું કે 'અમે પૈસા કર્મચારીને આપવા માટે કોર્ટમાં ઘણી અરજીઓ આપી છે. જો કોર્ટ અમારા પ્રસ્તાવને સ્વિકાર કરવા માટે તૈયાર છે, તો હું કર્મચારીઓને ચૂકવવા માટે ઇચ્છુક છું.
HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા
વિજય માલ્યા કહ્યું કે તેનું મિશેલના પ્રત્યર્પણ સાથે કોઇ લેવા દેવા નથી. વિજય માલ્યાએ દલીલ કરી હતી કે દરેક પ્રત્યર્પણ પર અલગ થાય છે. કોઇ એક કેસને બીજા સાથે જોડવો યોગ્ય નથી. લંડનની વેસ્ટ મિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં થનારી આ સુનાવણીમાં સામેલ થવા માટે ભારત તરફથી સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર એ સાઇ મનોહરના નેતૃત્વવાળી સીબીઆઇ અને ઇડીની ટીમ રવિવારે જ લંડન રવાના થઇ ગઇ હતી.
મુખ્ય મેજિસ્ટ્રેટ જજ અમ્મા આબુથનોટ વિજય માલ્યાના મામલે ચૂકાદો સંભળાવ્યો. જોકે, આ ચૂકાદા બાદ બ્રિટેનના ગૃહ વિભાગ પાસે મોકલવામાં આવશે અને ગૃહ મંત્રી સાજિદ જાવિદ તેના આધાર પર નિર્ણય કરશે. બંને પક્ષો પાસે આ ચૂકાદાને બ્રિટિશ હાઇ કોર્ટમાં પડકારવાની પરવાનગી આપશે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા વિરૂદ્ધ કેસને રાજકીય પ્રેરિત ગણાવવામાં આવી રહ્યો છે. જોકે વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે 'મેં એકપણ પૈસાની લોન લીધી નથી. લોન કિંગફિશર એરલાઇન્સે લીધી હતી. દુખદ બિઝનેસમેનની નિષ્ફળતાના લીધે આ પૈસા ડૂબ્યા છે. ગેરેન્ટી આપવાનો અર્થ એ નથી કે મને દગાબાજ ગણવામાં આવે.