નવી દિલ્હી  : મની લોન્ડ્રિંગ, લોન ડિફોલ્ટ તેમજ બેંકોની બાકી રહેલી લોન મામલે કેસ હારી ચૂકેલો વિજય માલ્યા પોતે જ પોતાની સંપત્તિ સોંપી દેવા માટે તૈયાર છે. તેમણે તપાસ એજન્સી પાસે સમય, તારીખ અને જગ્યાની માગણી કરી છે. વિજય માલ્યાએ કહ્યું છે કે તે પોતે આવીને તપાસ એજન્સીઓને બ્રિટનની સંપત્તિ્ સોંપી દેશે પણ તેમની પાસે બ્રિટનમાં વધારે મિલકત નથી. બ્રિટનની મોટાભાગની સંપત્તિ તેમના નહીં પણ તેમના પરિવારજનોના નામે છે. વિજય માલ્યાએ આપેલી માહિતી પ્રમાણે તેમનં લંડન ખાતેનં ઘર તેમ બ્રિટનનું કન્ટ્રી રેસિડન્ટ પરિવારજનોના નામે છે જેને તપાસ એજન્સીઓ અડી પણ ન શકે. વિજય માલ્યાએ તપાસ એજન્સી પર ખોટું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકોના 9000 કરોડ રૂ. લઈને ફરાર થઈ ગયેલા લિકરના બિઝનેસમેન વિજય માલ્યાએ કહ્યું છે કે બ્રિટનમાં તેના નામે વધારે સંપત્તિ્ નથી પણ તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તપાસ એજન્સીઓને પણ સપોર્ટ આપવા તૈયાર છે. તેમણે કહ્યું છે કે તપાસ એજન્સી તેમને સમય, તારીખ અને જગ્યા જણાવી દે અને પછી તે પોતે આવીને સંપત્તિ સોંપી દેશે. વિજય માલ્યાએ જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ઓફિસર તેમની બ્રિટીશ સંપત્તિ જપ્ત કરવા ઇચ્છે છે પણ તેમના નામ પર વધારે સંપત્તિ નથી. 


વિજય માલ્યાએ વિશેષમાં કહ્યું છે કે મારા નામ પર કેટલીક કાર અને જ્વેલરીની થોડીક આઇટમ્સ છે. કોર્ટના આદેશ પ્રમાણે હું આ તમામ વસ્તુઓ આ્રપવા તૈયાર છું. કોર્ટના આદેશ પ્રમાણે મારા નામ પર જેટલી સંપત્તિ છે એ જપ્ત કરી શકાય પણ એ સિવાય વધારે કંઈ નહીં મળે. વિજય માલ્યા પાસેથી બેંકોના લેણાં નીકળતા 9000 કરોડ રૂ.ના મામલામાં 31 જુલાઈએ સુનાવણી થઈ જશે અને સપ્ટેમ્બર મહિનામાં નિર્ણય આવી જશે. વિજય માલ્યાએ થોડા સમય પહેલાં જ ભારત આવવાની ઇચ્છા જાહેર કરી હતી. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક