Vijaya Diagnostic: શેરબજારમાં કમાણીની સારી તક, 1 સપ્ટેમ્બરે આવશે આ કંપનીનો IPO, જાણો તમામ વિગત
Vijaya Diagnostic Centre એ પોતાના ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી દીદી છે. કંપનીએ તે માટે 522-531 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીની યોજના અપર પ્રાઇઝ બેન્ડ પર 1895 કરોડ રૂપિયા કમાવાની છે.
નવી દિલ્હીઃ New IPO: ડાયગ્નોસ્ટિક ચેન Vijaya Diagnostic Centre એ પોતાના ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી દીદી છે. કંપનીએ તે માટે 522-531 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીની યોજના અપર પ્રાઇઝ બેન્ડ પર 1895 કરોડ રૂપિયા કમાવાની છે. Vijaya Diagnostic નો આઈપીઓ આગામી સપ્તાહે 1 સપ્ટેમ્બરે ખુલશે. તેમાં 3 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં પ્રમોટર્સ અને ઇનવેસ્ટર્સ પોતાની ભાગીદારી ઓછી કરશે. હાલ જો તમે આઈપીઓ પાર્ટીમાં સામેલ થવા અને પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો સંપૂર્ણ વિગત જાણી લો...
આ રીતે છે OFS
Vijaya Diagnostic ના ફ્રેશ શેર જારી કરવામાં આવશે નહીં. આ સંપૂર્ણ રીતે OFS હશે, જેમાં 3,56,88,064 ઇક્વિટી શેર વેચવામાં આવશે. IPO માં પ્રમોટર એસ સુરેન્દ્રનાથ રેડ્ડી અને ઇનવેસ્ટર્સ કરાકોરમ લિમિટેડ અને કેદારા કેપિટલ ઓલ્ટરનેટિલવ ઇનવેસ્ટિમેન્ટ ફંડ તરફથી 35 ટકા ભાગ વેચવામાં આવશે. ડો. એસ સુરેન્દ્રનાથ રેડ્ડી 50.95 લાખ શેર અને કરાકોરમ લિમિટેડ 2.94 કરોડ ઇક્વિટી શેર વેચશે. જ્યારે કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-કેદારા કેપિટલ એઆઈએફ1 તરફથી 11.02 લાખ શેરોનું વેચાણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Bank માં ચેક આપતાં પહેલાં જાણી લો RBI નો નિયમ, નહીતર થશે મોટું નુકસાન
કોના માટે રિઝર્વ
IPO માં 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અને 35 ટકા ભાગ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. બાકીના 15 ટકા નોન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ હશે. 1.5 લાખ ઇક્વિટી શેર કર્મીઓ માટે અનામત છે. આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ, ઇડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
કંપનીનો બિઝનેસ
Vijaya Diagnostic પોતાના મોટા નેટવર્ક દ્વારા પેથોલોડી અને રેડિયોલોજી ટેસ્ટિંગ સર્વિસ આપે છે. તેની પાસે આંધ્ર પ્રદેશ, તેલંગણા, કોલકત્તા અને એનસીઆરમાં 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 રેફરેન્સ લેબોરેટરી છે. પાછલા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે કંપનીની આવક આશરે 389 કરોડ રૂપિયા હતી. મહત્વનું છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ખર્ચામાં ડાયગ્નોસ્ટિક સર્વિસની ભાગીદારી 8-14 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube