Fact Check: સરકાર આપી રહી છે ફ્રી લેપટોપ! સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે મેસેજ, જાણો શું છે હકિકત
PIB Fact Check: શું તમારા વોટ્સએપ પર મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર લોકોને ફ્રી લેપટોપ આપી રહી છે, જો હાં, તો પહેલા આ સમાચાર વાંચી લો...
નવી દિલ્હી: PIB Fact Check: શું તમારા વોટ્સએપ પર આવો કોઈ મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર લોકોને ફ્રી લેપટોપ (Free Laptop) આપી રહી છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર તેમની યોજના અંતર્ગત લોકોને ફ્રીમાં લેપટોપ આપી રહી છે. પરંતુ પ્રશ્ન છે કે શું ખરેખરમાં સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી છે? PIB ફેક્ટ ચેકે આ વાયરલ મેસેજની તપાસ કરી તેની જાણકારી આપી છે.
શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?
PIB ફેક્ટ ચેકે આ મેસેજની તપાસ કર્યા બાદ તેમના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપતા કહ્યું, એક ખોટા વોટ્સએપ મેસેજ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ વિતરણ યોજના અંતર્ગત તમામને મફત લેપટોપ આપવામાં આવી રહ્યા છે. પીઆઇબીએ કહ્યું કે આ મેસેજ ખોટો છે. તેથી આવા મેસેજથી સાવધાન રહો. તેમણે આ ખોટા મેસેજને શેર અથવા ફોરવર્ડ કરવાની ના પાડી છે. આ સાથે આ પ્રકારની કોઈપણ લિંક અને વેબસાઈટ પર તેમની પ્રાઈવેટ જાણકારી શેર ના કરવાની સૂચના આપી છે.
રોહિત શર્માના કેપ્ટન બનતા જ ટીમ ઇન્ડિયામાંથી કપાશે આ 4 ખેલાડીઓનું પત્તું? કહોલીની છે નજીક
પીઆઇબીએ કર્યા એલર્ટ!
પીઆઇપીએ ચેતવણી આપી છે કે જો તમે પણ આ જાહેરાત ક્યાંય જોઈ છે અથવા વોટ્સએપ પર તેને તમને મોકલવામાં આવી છે, તો તેના પર વિશ્વાસ કરશો નહીં. તેમાં આપેલા નંબર પર કોઈ એસએમએસ ના મોકલો અને તમારી પ્રાઈવેટ જાણકારી કોઈની સાથે શેર ના કરો. જો તમે તમારી જાણકારી શેર કરશો તો તમારે ફ્રોડનો શિકાર થઈ શકો છો. આ સાથે જ બીજા લોકોને આ ખોટા મેસેજ વિશે અવગત કરાવો. આજકાલ છેતરપિંડીના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે.
Apple આપશે Good News! iPhone 2023 માં મચાવશે ધમાલ, જાણો કંપનીએ શું કહ્યું...
PIB ફેક્ટ ચેક કરે છે ખંડન
તમને જણાવી દઇએ કે, PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા સ્કીમો પર ખોટી જાણકારીનું ખંડન કરે છે. જો તમને કોઈ સરકારથી સંબંધિત સમાચાર ખોટા હોવાની શંકા છે, તો તમે PIB ફેક્ટ ચેકને તેના વિશે જાણકારી આપી શકો છો. તેના માટે તમે +918799711259 આ મોબાઈલ નંબર અથવા socialmedia@pib.gov.in ઇ-મેઈલ આઇડી પર મોકલી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube