Go Digit IPO News:: શેર બજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ગો ડિજિટને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) ને મંજૂરી આપી દીધી છે. ગો ડિજિટના આઈપીઓને બીજા પ્રયાસમાં મંજૂરી મળી છે. નોંધનીય છે કે ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ લિમિટેડને કેનેડા સ્થિત ફેયરફેક્સ ગ્રુપનું સમર્થન પ્રાપ્ત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓની વિગત
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) પ્રમાણે ગો ડિજિટના પ્રસ્તાવિત આઈપીઓમાં 1250 કરોડના શેરનો ફ્રેશ ઈશ્યૂ છે. આ સિવાય આઈપીઓમાં પ્રમોટર ગો ડિજિટ ઈન્વેસ્ટર્સ સર્વિસ અને વર્તમાન શેરધારક દ્વારા 10.94 કરોડ શેરની વેચાણની ઓફર (ઓએફએસ) સામેલ છે. આઈપીઓથી પ્રાપ્ત આવકનો ઉપયોગ કંપનીના ફંડના આધારને વધારવા, સોલ્વેન્સી સ્તરને બનાવી રાખવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટ કરવામાં આવશે. 


વિરાટ કોહલીનો દાવ
ગો ડિજિટના મુખ્ય ઈન્વેસ્ટરોમાં ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ સામેલ છે. આ બંને સેલિબ્રિટીઓએ ફર્મમાં રોકાણ કર્યું છે. રોકાણની રકમ કે શેર કેટલા છે, જેની જાણકારી નથી. 


આ પણ વાંચોઃ 6 મહિનામાં 118 રૂપિયાનો શેર પહોંચ્યો 800 રૂપિયાને પાર, રોકાણકારો થયા માલામાલ


2022થી રોકાણ
ગો ડિજિટે આઈપીઓ માટે પ્રથમવાર ઓગસ્ટ 2022માં સેબીની સાથે ડીઆરએચપી જમા કર્યા હતા. પરંતુ સેબીએ કેટલાક નિયમોનું પાલન ન કરવાને કારણે અરજી નકારી દીધી હતી. સેબીએ 30 જાન્યુઆરી 2023ના ગો ડિજિટના ડ્રાફ્ટ આઈપીઓ પેપર પરત કરી દીધા હતા અને કંપનીને કેટલાક અપડેટ દસ્તાવેજોની સાથે ફરી દાખલ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ કંપનીએ એપ્રિલ 2023માં ફરી સેબી પાસે આઈપીઓ પેપર જમા કરાવ્યા હતા. 


કંપની વિશે
નોંધનીય છે કે ગો ડિજિટ ગ્રાહકોની જરૂરીયાત પૂરી કરવા માટે મોટર વીમો, સ્વાસ્થ્ય વીમો, યાત્રા વીમો, સંપત્તિ વીમો વગેરે પ્રોવાઇડ કરે છે. આ ભારતની પ્રથમ બિન-જીવન વીમા કંપનીઓમાંથી એક છે જે સંપૂર્ણ રીતે ક્લાઉડ પર સંચાલિત થાય છે અને તેના ઘણા ચેનલ પાર્ટનર્સની સાથે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેટ (એપીઆઈ) બનાવ્યો છે.