મુંબઈ : વર્જિન એટલાન્ટિક મહિલા કેબિન ક્રુને હવે મેકઅપ વગર કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કંપનીએ આ વાતની જાહેરાત કરતા કહ્યું છે કે હવે મહિલા કેબિન ક્રુ તેમના સ્ટાન્ડર્ડ લાલ યુનિફોર્મના કોમ્બિનેશનમાં ટ્રાઉઝર્સ પણ પહેરી શકશે. આ પહેલાં પણ ટ્રાઉઝર્સ પહેરવાની પરવાનગી હતી પણ એને એરલાઇનના યુનિફોર્મ ડિપાર્ટમેન્ટમાંથી ખાસ ઓર્ડર કરવામાં આવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્જિન એટલાન્ટિકે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''આ નવી ગાઇડલાઇનને કારણે કમ્ફર્ટ લેવલ તો વધશે પણ સાથેસાથે અમારી ટીમને પસંદગીના વધારે વિકલ્પો મળશે જેના કારણે તેઓ કામના સ્થળે પોતાની જાતને વધારે સારી રીતે વ્યક્ત કરી શકશે. હવે અમારા મહિલા કેબિન ક્રુને જો તેમની ઇચ્છા હોય તો મેકઅપ વગર પણ કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જોકે જે ક્રુને વર્જિન એટલાન્ટિકની ગાઇડલાઇન પ્રમાણે લિપસ્ટિક અને ફાઇન્ડેશનના શેડ પસંદ કરીને મેકઅપ કરવાની છુટ છે.''


હવે નવી જાહેરાત પછી હવે દરેક મહિલા માટે ટ્રાઉઝરની પસંદગીનો વિકલ્પ ઉપલબ્ધ હશે અને તે જોઇનિંગ વખતે આપવામાં આવશે. હકીકતમાં એરલાઇનના ભૂતપૂર્વ કર્મચારીઓના ફિડબેક તેમજ નવા સ્પર્ધકો દ્વારા આ સુવિધા આપવાના નિર્ણય પછી વર્જિન એટલાન્ટિકે આ નિર્ણય લીધો છે. બ્રિટીશ એરવેઝ તેમજ અમીરેટ્સના ફિમેલ કેબિન ક્રુએ મેકઅપ કરવો પડે છે પણ 2016માં બ્રિટીશ એરવેઝે મહિલાઓના ટ્રાઉઝરને પરવાનગી આપી દીધી છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


પરદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...