₹33 ના શેર પર ફિદા છે વિદેશી ઈન્વેસ્ટર, રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત
Small cap stock: એક વર્ષના સમયગાળામાં બીએસઈ ઈન્ડેક્સ પર વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના શેરની કિંમત 16.67 રૂપિયાથી વધી 33 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ લગભગ 90 ટકાનું રિટર્ન દર્શાવે છે. આ વચ્ચે વિશાલ ફેબ્રિક્સનો શેર પોતાના 52 સપ્તાહના હાઈ લેવલ ₹34.75 ની નજીક પહોંચી ગયો છે.
Small-cap stock: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે શેર બજારમાં ફરી ઐતિહાસિક તેજી જોવા મળી હતી. આ માહોલ વચ્ચે ટેક્સટાઇલ સેક્ટરથી જોડાયેલી કંપની- વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના શેર (Vishal Fabrics share)માં તોફાની તેજી આવી છે. આ તેજીને કારણે શેર 52 સપ્તાહના હાઈની નજીક પહોંચી ગયો છે.
શેરની સ્થિતિ
એક વર્ષના સમયમાં બીએસઈ ઈન્ડેક્સ પર વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના શેરની કિંમત ₹16.67 થી વધી 33 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગઈ છે. આ લગભગ 90 ટકા રિટર્ન દેખાડે છે. આ તેજીની સાથે વિશાલ ફેબ્રિક્સના શેર પોતાના 52 સપ્તાહના હાઈ 34.75 રૂપિયા નજીક પહોંચી ગયો છે. 16 જુલાઈએ સ્ટોકે આ લેવલ ટચ કર્યું હતું. 18 ઓગસ્ટ 2023ના શેર 14.28 રૂપિયા પર હતો, જે 52 સપ્તાહનું નિચલું સ્તર છે.
નોંધનીય છે કે તાજેતરમાં આ સ્મોલ-કેપ કંપનીએ પ્રેફેંશિયલ બેઝ પર ઈશ્યૂ જારી કરી 153 કરોડ રૂપિયાનું ભંડ ભેગું કરવાની જાહેરાત કરી છે. તેની ઈશ્યૂ પ્રાઇઝ 30.60 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. વિશાલ ફેબ્રિક્સે ભારતીય સ્ટોક માર્કેટ એક્સચેન્જને 153 કરોડ રૂપિયાના ફંડરેઝિંગ વિશે જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ શેર બજારમાં કમાણીની તક! 1 ઓગસ્ટે ઓપન થશે સીગલ ઈન્ડિયાનો આઈપીઓ, જાણો પ્રાઇઝ
વિદેશી ઈન્વેસ્ટરોનો દાવ
નોંધનીય છે કે મોરીશસ સ્થિત એજી ડાયનેમિક ફંડ્સને 50 લાખ કંપની શેર ફાળવવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે એપઆઈઆઈ (વિદેશી સંસ્થાહત ઈન્વેસ્ટર) એ 15.30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે ટાર્ગેટ ફંડના લગભગ 10 ટકા છે. આ સિવાય સિલ્વર સ્ટેલિયન લિમિટેડ. વિકાસા ઈન્ડિયા ઈઆઈએફ આઈ ફંડ, નોર્થ સ્ટાર ઓપર્યુનિટીઝ ફંડ વીસીસીબુલ વેલ્યૂ ઇનકોર્પોરેટેડ વીસીસી સબ ફંડ અને એમિનેન્સ ગ્લોબલ ફંડ પીસીસી-યૂબિલિયા કેપિટલ પાર્ટનર ફંડપણ ડાયરેક્ટર છે.
સિલ્વર સ્ટેલિયન લિમિટેડને 1.50 કરોડ કંપની શેર ફાળવવામાં આવ્યા છે. વિકાસા ઈન્ડિયા ઈઆઈએફ આઈ ફંડને એક કરોડ કંપની શેર ફાળવવામાં આવ્યા છે. નોર્થ સ્ટાર ઓપર્યુનિટીઝ ફંડ વીસીસી બુલ વેલ્યૂ ઇનકોર્પોરેટેડ વીસીસી સબ-ફંડને 75 લાખ શેર ફાળવવામાં આવ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)