શેર બજારમાં બહુ જલદી એક વધુ દિગ્ગજ કંપનીનો આઈપીઓ લોન્ચ થઈ શકે છે. એવા રિપોર્ટ છે કે સુપરમાર્કેટ ચેન વિશાલ મેગા માર્ટ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ ઈશ્યુની વેલ્યુ 1 બિલિયન ડોલર હોઈ શકે છે. આઈપીઓ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના પાર્ટનર્સ ગ્રુપ અને ભારતની કેદારા કેપિટલ શેર વેચશે. અત્રે જણાવવાનું કે તેમની પાસે વિશાલ મેગા માર્ટમાં બહુમત ભાગીદારી છે. આ ખબર રોયટર્સે સૂત્રોના હવાલે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે બંને ખાનગી ઈક્વિટી ફર્મો પાસે વિશાલ મેગા માર્ટનો કેટલો ભાગ છે? અને તેઓ કેટલો વચશે અને શું તેઓ બહુમત ભાગીદારી યથાવત રાખશે. આ અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. વિશાલ મેગા માર્ટ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ રોકાણ બેંકોને આ સપ્તાહે આઈપીઓ માટે આમંત્રિત કરવામાં આવી છે અને આ રજૂઆત આ વર્ષના અંતમાં થવાની શક્યતા છે. અત્રે જણાવવાનું કે આ યોજના એવા સમયમાં આવી છે જ્યારે ભારતીય શેર બજાર રેકોર્ડ ઉંચાઈની લગભગ નજીક કારોબાર કરી રહ્યા છે અને બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડેક્સ ગત મહિનાઓમાં 12 ટકા ચડી ગયો છે. 


અંબાણી-ટાટા સાથે ટક્કર!
આ કંપની મુખ્ય રીતે નાના શહેરોમાં છે. કંપની મુખ્યત્વે કપડાં અને કરિયાણું વેચે છે. તેનો મુકાબલો બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણીની રિલાયન્સ, ટાટા ગ્રુના ટ્રેન્ટ અને કરિયાણા રિટેલર એવેન્યુ સુપરમાર્ટ્સ સાથે છે. અત્રે જણાવવાનું કે કંપનીની પાસે દેશભરમાં લગભગ 560 સ્ટોર છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના અંદાજા મુજબ ભારતનું રિટેલ માર્કેટ 2033 સુધી 2 ટ્રિલિયન ડોલરનું હોઈ શકે છે. જ્યારે હાલમાં તે લગભગ 840 બિલિયન ડોલરનું છે. 


બેંકરો અને એનાલિસ્ટ્સને આશા છે કે તેજ આર્થિક વિકાસ અને સ્થિર રાજકીય માહોલ વચ્ચે ભારતમાં આઈપીઓ ગતિવિધિમાં તેજી આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં સરળતાથી ત્રીજી વખત ચૂંટાઈ આવવાની શક્યતા છે. ફિચના સ્વામિત્વવાળી ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટ મુજબ માર્ચ 2023ના રોજ પૂરા થયેલા પોતાના ગત નાણાકીય વર્ષમાં વિશાલ મેગા માર્ટનું રાજસ્વ 36 ટકા વધીને 75.9 બિલિયન રૂપિયા (917 મિલિયન ડોલર) થઈ ગયો. જ્યારે ચોખ્ખો નફો 60% વધીને 3.2 બિલિયન રૂપિયા થઈ ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube