અમદાવાદ :જ્યારથી મોબાઈલ કંપનીઓએ ટેરિફ ચાર્જ વધારવાની જાહેરાત શરૂ કરી દીધી છે, ત્યારથી તેમના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ તે મોબાઈલ ફોન યુઝર્સ માટે ભારે પડવાનું છે. મોંઘા ટેરિફ દર મહિને તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકી જશે. એટલે કે તમના દર મહિનાનો મોબાઈલ ખર્ચ વધવા જઈ રહ્યો છે. દેશની દિગ્ગજ મોબાઈલ કંપનીઓ એરટેલ (Airtel), રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) એ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે.


BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી વધુ જશે ખર્ચ
આજની તારીખથી બે કંપનીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના મોંઘા ટેરિફવાલા પ્રિપેડ પ્લાન લાગુ કરવા જઈ રહી છે. જોકે, તેના ત્રણ દિવસ બાદ એટલે કે 6 ડિસેમ્બરથી રિલાયન્સ જિયો પોતાના ટેરિફ પ્લાન લાગુ કરવા જઈ રહી છે. 


રોજ 2.85 રૂપિયા વધુ આપવા પડશે
મોબાઈલ ઓપરેટર્સે 42 ટકા સુધી ટેરિફ મોંઘા કરવાની જાહેરાત કરી છે. એરટેલનું કહેવુ છે કે, તેના ટેરિફ રોજના હિસાબથી 50 પૈસાથી લઈને 2.85 રૂપિયા સુધી મોંઘા થવા જઈ રહ્યાં છે. વોડાફોન આઈડિયાએ 42 ટકા સુધી વધારાની વાત કરી છે. રિલાયન્સ જિયોએ ટેરિફ પ્લાન 40 ટકા સુધી મોંઘા કર્યાં છે. 


બીજા નેટવર્ક પર કોલની આઝાદી નહિ મળે
હાલ પૂર્વક, બીજા નેટવર્ક પર પણ અનલિમિટેડ કોલિંગ (Unlimited calling) ની સુવિધા છે. પરંતુ થોડા દિવસો બાદ આ બાબત ઈતિહાસ બની જશે. કંપનીઓ હવે બીજા નેટવર્ક પર કોલિંગને લિમિટેડ કરવાની છે. લિમિટ બાદ તમને પ્રતિ કોલના હિસાબે રૂપિયા આપવા પડશે. જિયોએ હાલ બીજા નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનીટ IUC લગાવ્યો છે. હવે બાકીની કંપનીઓ પર આ પોલિસી અપનાવવા જઈ રહી છે. 


35 રૂપિયા પ્લાન હવે 49 રૂપિયામાં
ટેરિફ લાગુ થયા બાદ જે બેઝ પ્લાન હતા, તે 40 ટકા સુધી મોંઘા થઈ જશે. જેમ કે, એરટેલ અને વોડાફોન-આઈડિયા 28 દિવસોની વેલિડિટીવાળો 35 રૂપિયાનો પ્લાન હવે 49 રૂપિયામાં આપશે. આ રીતે જ 65 રૂપિયાનો પ્લાન હવે 79 રૂપિયામાં વેચાશે.


તમામ કંપનીઓના પ્લાન મોંઘા થશે
તમામ ટેલિકોમ કંપનીઓના પ્રિપેડ પ્લાન પર વધેલા ટેરિફની અસર જોવા મળશે. ઉદાહરણ તરીકે, વોડાફોનના 365 દિવસની વેલિડિટીવાળા 999 અને 1699 રૂપિયાવાળા પ્લાન હવે તમને 1499 અને 2399 રૂપિયામાં મળશે. કંપનીઓના આ નિર્ણયથી અંદાજે 100 કરોડ મોબાઈલ યૂઝર્સ પર અસર થવા જઈ રહી છે. એક્સપર્ટસ કહે છે કે, આગામી સમયમાં ફ્રી કોલિંગ પણ ઈતિહાસ બની જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube