નવી દિલ્હી: ટેલિકોમ માર્કેટમાં જોરદાર હરીફાઇ જોવામળી રહી છે. દરેક કંપની તેમના યુઝર્સને જોડી રાખવા માટે અનેક તકલીફોનો સમાનો કરવો પડી રહ્યો છે. રિલાયન્સ જીયોએ આ રમતને વધારે ખતરનાક બનાવી દીધી છે. એવામાં અન્ય ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનમાં સતત બદલાવો કરવા પડી રહ્યા છે. આ દરમિયાન વોડાફોને તેના જુના 20 રૂપિયા વાળા પ્લાનને ફરી એકવાર લોન્ચ કર્યો છે. આ પ્લનાની વેલિડિયી 28 દિવસોની છે. એટલે કે હવે વોડાફોન યુઝર્સે તેમનુ સીમ ચાલુ રાખવા માટે 20 રૂપિયા ખર્ચ કરવા પડશે, મીડિયા રીપોર્ટ્સ અનુસારા, આ સ્કીમમાં ગ્રાહકોને માત્ર ટોકટાઇમ જ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા વોડફોન યુઝર્સના સીમ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 24 રૂપિયા અથવા 35 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. વોડાફોનની વેબસાઇટ પર મળી રહેલી જાણકારી અનુસાર, દિલ્હી-NCR માટે વોડાફોનના 24 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.  આમા કોઇ ટોકટાઇમ નથી મળતો. પરંતુ ગ્રાહકો 100 લોકલ નાઇટ મીનીટ્સ મળે છે. 35 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસોની હોય છે. જેમાં યુઝર્સને 26 રૂપિયાનો ટોકટાઇમ મળે છે. અને આ સિવાય 100MB જેટલો ડેટા મળે છે. કોલ પેટ 2.5 પૈસા/સેકંડ થાય છે.


પ્રાઇવેટ નોકરીવાળા સમજે ગ્રેજ્યુટીનું ગણિત, રાજીનામું આપતાં મળશે આટલી રકમ



આ જ રીતે 39 રૂપિયાનો પણ પ્લાન છે. આ પ્લનમાં વેલિડિટી 28 રૂપિયા છે. પરંતુ આ યુઝર્સોને તેના બદલામાં 30 રૂપિયાનો ટોકટાઇમ પણ આપવામાં આવશે. કોલ રેટ 2.5/પ્રતિ સેકંડ જ્યારે 45 રૂપિયાનું રીચાર્જ કરવવા પર 45 રૂપિયાનો ટોકટાઇમ અને 28 દિવસની વેલિડીયી પણ મળશે, પરુંતુ આ સ્કીમમાં કોલ રેટ 1 પૈસા પ્રતિ સેકંડ છે.