નવી દિલ્હી : ભારતીય ટેલિકોમ બજારમાં ટેલિકોમ કંપનીઓ હાઇ-સ્પીડ ઇન્ટરનેટના અલગઅલગ પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં આ માર્કેટમાં જિયો સૌથી આગળ છે પણ અન્ય કંપનીઓ પણ તેને ટક્કર આપવાનું આયોજન કરી રહી છે. લેટેસ્ટ પ્લાન પ્રમાણે વોડાફોન 799 રૂપિયા અને 549 રૂપિયાના બે પ્રિપેઇડ પ્લાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ પ્લાન દ્વારા સંપૂર્ણ રીતે જિયોને ટક્કર આપવાની તૈયારીમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોનના નવા પ્લાન
મળતી માહિતી પ્રમાણે વોડાફોન પોતાના 799 રૂપિયાના પ્લાનમાં દરરોજ 4.5 જીબી ડેટા આપશે સાથે જ 549 રૂપિયાના પ્લાનમાં દૈનિક 3.5 જીબી ડેટા આપવામાં આપશે. જો આ વાતની સરખામણી જિયોના 799 રૂપિયા અને 509 રૂપિયાના પ્લાન સાથે કરવામાં આવે તો ફક્ત 0.5 જીબી ડેટા જ ઓછો મળી રહ્યો છે. આ પ્લાનમાં વેલિડિટી દરમિયાન અનલિમિટેડ કોલ્સ અને એસએમએસનો લાભ પણ મળશે.


જિયો સાથે ટક્કર
વોડાફોનના 799 રૂપિયાના પ્લાનની ટક્કર જિયોના 799 રૂપિયાના પ્લાન સાથે છે જ્માં હાલ દૈનિક 5 જીબી ડેટા આપવામાં આવે છે. જ્યારે વોડાફોનનો આવનારો પ્લાન 28 દિવસો માટે દૈનિક 4.5 જીબી આપવામાં આવશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ, રોમિંગ અને દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવશે. વોડાફોનના 549 રૂપિયાના પ્લાનની ટક્કર જિયોના 509 રૂપિયાના પ્લાન સાથે છે જેમાં 28 દિવસ માટે કુલ 112 જીબી હાઇસ્પીડ ડેટા આપવામાં આવે છે. તેમાં દૈનિક 4જીબી ડેટા આપવામાં આવે છે. વોડાફોનના 549 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોના 28 દિવસ માટે દૈનિક 3.5 જીબી ડેટા સાથે કોલિંગ અને એસએમએસ જેવા તમામ લાભ આપવામાં આવશે. આ રીતે આ પ્લાનમાં કુલ 98 જીબી ડેટા આપવામાં આવશે.