નવી દિલ્હી: ભારતીય ચૂંટણી કમિશન (Election Commission) આજથી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (e-EPIC) એપની શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ એપની મદદથી હવે આધાર કાર્ડની (Aadhar Card) જેમ વોટર આઇડી કાર્ડ (Online Voter Id Card) પણ ઓનલાઇન જનરેટ કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ફેઝમાં શરૂ થશે સેવા
આ એપને બે ફેઝમાં લોન્ચ કરવામાં આવશે. પહેલો ફેઝ આજથી 31 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં આ સુવિધા 19 હજાર નવા વોટર્સને આપવામાં આવશે. જ્યારે બીજો ફેઝ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં તમામ વોટર્સ આ સુવિધાનો લાભ લઈ શકશે. એટલે કે, હવે વોટર્સ આઇડી કાર્ડની હાર્ડ કોપી હમેશાં સાથે રાખવાની જરૂરિયાત નથી. તમે તેને તમારા ફોનમાં સાથે લઈને ફરી શકો છો. આ તે જ રીતે હશે જેવી રીતે ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ હોય છે, જે હવાઈ યાત્રા કરતા પહેલા ડાઉનલોડ કરવામાં આવે ચે.


આ પણ વાંચો:- SBI ની આ નવી યોજના વૃદ્ધાવસ્થામાં તમને કરાવશે ફાયદો? જાણો કેટલું મળશે વળતર


મોબાઇલ નંબરથી કરી શકશો રજિસ્ટ્રેશન
તેના માટે તમારે વોટર લિસ્ટમાં તમારું નામ નોંધાવતા સમયે મોબાઇલ નંબર આપવો ફરજિયાત છે. મતદાતા યાદીમાં મોબાઇલ નંબર અને નામ નોંધાવ્યા બાદ તમારા ફોનમાં એક મેસેજ આવશે. ત્યારબાદ ઓટીપી (One Time Password) દ્વારા e-EPIC એપ ડાઉનલોડ કરી તેમાં રજિસ્ટર કરી શકશો અને નવું વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.


આ પણ વાંચો:- New Car Policy: હવે માત્ર એક ચેકથી નહીં થાય પેમેન્ટ? જાણો કેમ બદલાઈ રહ્યા છે નિયમ


જે લોકો પહેલાથી મતદાતા કતરીકે નોંધાયેલા છે, તેમને ડિજિટલ કાર્ડ માટે તેમની સંપૂર્ણ ડિટેલ રિવેરિફાય (Reverifiy) કરાવવાની રહેશે. આ પ્રક્રિયા તે રીતે હશે જે રીતે બેંકમાં કેવાયસી (KYC) માટે કરાવવી પડે છે. અહીં પણ તમારે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઇડી આપવાનું રહેશે જેથી ફોન અથવા ઇ-મેઈલ આઇડી પર તમને જાણકારી આપી શકાય.


આ પણ વાંચો:- Gold ખરીદવા માટે Golden Chance, કિંમતમાં આવ્યો ઘટાડો; જાણો શું છે આજના ભાવ


ડિજિટલ સુવિધાથી વોટર્સને થશે લાભ
આ કાર્ડનો સૌથી મોટો ફાયદો સમયની બચત છે. હવે વોટર આઇડી કાર્ડ પ્રાપ્ત કરવા માટે વધારે સમય સુધી પ્રતીક્ષા કરવી પડશે નહીં. ત્યારે નવા વોટર કાર્ડ બનાવવા અથવા જૂના કાર્ડમાં ફેરફાર કરાવવા માટે ધક્કા ખાવાની જરૂરિયાત નથી. તમે તમારા ફોન પર જ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી એપ (e-EPIC) ડાઉનલોડ કરી ડિજિટલ વોટર આઇડી કાર્ડ બનાવી શકો છો. વોટર આઇડી કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં પણ આ એપ કામ લાગશે. લોકો માત્ર 25 રૂપિયાની ફીસ ચૂકવી ડુપ્લીકેટ વોટર આઇડી કાર્ડ પ્રાપ્ત કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube