નવી દિલ્હીઃ સોલર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની વારી રિન્યૂએબલના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. મલ્ટીબેગર કંપનીના સ્ટોક છેલ્લા 3 વર્ષમાં 13 રૂપિયાથી 1300 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વારી રિન્યૂએબલના સ્ટોકે આ સમયમાં 10000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ નાની કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું બાઈ લેવલ 1509.45 રૂપિયા છે. તો આ કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 445 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરમાં 10000 ટકાથી વધુની તેજી
વારી રિન્યૂએબલનો સ્ટોક 20 નવેમ્બર 2020ના 12.50 રૂપિયા પર હતો. પાવર જેનરેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આ નાની કંપનીનો સ્ટોક 24 નવેમ્બર 2023ના 1358.90 રૂપિયા પર બંધ થયો છે. કંપનીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 10780 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે ત્રણ વર્ષ પહેલા વારી રિન્યૂએબલના સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી તેનું ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 1.08 કરોડ રૂપિયા હોત.


આ પણ વાંચોઃ ₹3 ના શેરનું તોફાન, ₹350 પર આવ્યો ભાવ, ઈન્વેસ્ટરોને દરરોજ ફાયદો


11 મહિનામાં કંપનીના સ્ટોકમાં 203 ટકાનો વધારો
વારી રિન્યૂએબલના સ્ટોકમાં છેલ્લા 11 મહિનામાં 203 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 23 ડિસેમ્બર 2022ના 450.05 રૂપિયા પર હતા. વારી રિન્યૂએબલના શેર 24 નવેમ્બર 2023ના 1358.90 રૂપિયા પર પહોંચી ગયા છે. જો એક વર્ષની વાત કરીએ તો કંપનીના સ્ટોકમાં આશરે 173 ટકાની તેજી આવી છે. તો છેલ્લા છ મહિનામાં શેરમાં 55 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેર 171 ટકા વધ્યા છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 74.48 ટકા છે. 


શું કરે છે કંપની
વારી રિન્યૂએબલનું કામકાજ સોલર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે. કંપની રૂફટોક  સોલર પ્રોજેક્ટ્સ, ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ્સ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ્સ ઈન્સ્ટોલ કરે છે. કંપનીનું કહેવું છે કે તેણે દેશમાં 1 લાખથી વધુ રૂફટોપ સોલર પ્રોજેક્ટ્સ ઈન્સ્ટોલ કર્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube