કુબેરનો ખજાનો છે આ શેર! 4 વર્ષમાં 106700% નું બંપર રિટર્ન, રોકાણકારો માલામાલ થયા
Waaree Renewable Technologies LTD: આપણે મલ્ટીબેગર શેર વિશે સાંભળતા હોઈએ છીએ કે જે તાબડતોડ રિટર્ન તમને આપે. પરંતુ આ જે શેર છે તે તો કુબેરના ખજાનાથી જરાય કમ ન કહી શકાય. કારણ કે તેણે જે રિટર્ન છેલ્લા કેટલાક વર્ષોમાં આપ્યું છે તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.
આપણે મલ્ટીબેગર શેર વિશે સાંભળતા હોઈએ છીએ કે જે તાબડતોડ રિટર્ન તમને આપે. પરંતુ આ જે શેર છે તે તો કુબેરના ખજાનાથી જરાય કમ ન કહી શકાય. કારણ કે તેણે જે રિટર્ન છેલ્લા કેટલાક વર્ષોમાં આપ્યું છે તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. 5 જુલાઈ 2024ના રોજ આ શેર 1922 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. આ શેરે ફક્ત 4 મહિનામાં 1.80 રૂપિયાથી લઈને 1922 રૂપિયા સુધીની સફર કરી છે. આમ જોઈએ તો આ શેર 4 વર્ષમાં 1,06,700 ટકાનું બંપર રિટર્ન આપ્યું છે.
કુબેરનો ખજાનો બન્યો આ શેર
અહીં અમે રિન્યુએબલ એનર્જી કંપની વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ લિ. (Waaree Renewable Technologies) ના શેરની વાત કરી રહ્યા છીએ. રિન્યુએબલ ટેક્નોલોજીસના શેર છેલ્લા કેટલાક વર્ષોથી રોકાણકારોને માલમાલ કરી રહ્યા છે. વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરે 4 વર્ષના સમયગાળામાં જ રોકાણકારોને 1 લાખ ટકાથી વધુનું બંપર રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે વારી રિન્યુએબલ ટેક્નોલોજીના શેરમાં માર્ચ 2020માં એક લાખ રૂપિયા રોક્યા હશે તો તેના રોકાણની વેલ્યુ અત્યારે લગભગ 10 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. છેલ્લા એક વર્ષમાં આ શેર લગભગ 800 ટકા ચડી ચૂક્યો છે.
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસનો વેપાર
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ સોલર પાવર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપની છે. કંપનીની વેબસાઈટ મુજબ તે હાઈ ક્વોલિટીની સોલર પેનલ, ઈનવર્ટર, અને બેટરીઓ વગેરે બનાવે છે. 30 જૂન 2023 સુધીમાં કંપની પાસે દેશ વિદેશમાં મળીને કુલ 427 ક્લાયન્ટ્સ છે. કંપનીની સ્થાપના 1989માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. ગત નાણાકીય વર્ષ (FY24) ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 326 કરોડ રૂપિયાની રેવન્યૂ મળી હતી.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)