નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની વારી ટેક્નોલોજીના સ્ટોકે ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. કંપનીના શેર છેલ્લા સવા ત્રણ વર્ષમાં 13 રૂપિયાથી વધી 870 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વારી ટેક્નોલોજી (Waaree Technologies)ના સ્ટોકે આ સમયમાં ઈન્વેસ્ટરોને એકવાર બોનસ શેર પણ આપ્યા છે. બોનસ શેરના દમ પર વારી ટેક્નોલોજીના શેરે 1 લાખ રૂપિયાનું રોકાણ વધારી હવે 89 લાખ રૂપિયા કરી દીધુ છે. કંપનીના સ્ટોકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6200 ટકાથી વધુની તેજી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાથી આ રીતે બન્યા 89 લાખ 
વારી ટેક્નોલોજીના શેર 3 સપ્ટેમ્બર 2020ના 13.71 લાખ રૂપિયા પર હતા. કંપનીના શેર 4 જાન્યુઆરી 2024ના 874.15 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા સવા ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટરોને 6275 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીએ નવેમ્બર 2020માં ઈન્વેસ્ટરોને 2:5 ના રેશિયોમાં બોનસ શેર પણ આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક 5 શેર પર બે બોનસ શેર આપ્યા હતા. જો કોઈ ઈન્વેસ્ટરે સપ્ટેમ્બર 2020માં વારી ટેક્નોલોજીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 7293 શેર મળ, બોનસ શેર જોડાયા બાદ આ શેર વધીને કુલ 10210 થઈ ગયા હોત. આ 10210 શેરની વર્તમાન વેલ્યૂ 89.25 લાખ રૂપિયા હોત.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે Good News, પગારમાં થવાનો છે 49,420 રૂપિયાનો વધારો!


એક વર્ષમાં કંપનીના શેરમાં 455% ટકાનો ઉછાળ
છેલ્લા એક વર્ષમાં વારી ટેક્નોલોજીના શેરમાં 455%નો ઉછાળો આવ્યો છે. 5 જાન્યુઆરી, 2023ના રોજ કંપનીના શેર રૂ. 157.55 પર હતા. 4 જાન્યુઆરી, 2024ના રોજ waari Technologiesનો શેર રૂ. 874.15 પર પહોંચી ગયો છે. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 96% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 446 થી વધીને રૂ. 874.15 થયા છે. તે જ સમયે, કંપનીના શેર છેલ્લા એક મહિનાથી રોકેટ તરીકે રહ્યા છે. છેલ્લા એક મહિનામાં waari Technologiesના શેર 89% વધ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube