કેતન જોશી, ગાંધીનગર: જો તમે PM નરેંદ્ર મોદી સાથે ફોટો પડાવવાની ઇચ્છા ધરાવો છો તો તમારી ઇચ્છા તાત્કાલિક પુરી થઇ શકે છે. એક કંપનીએ આધુનિક ટેક્નિકથી આ કામ શક્ય કર્યું છે. તેના માટે ગુજરાતના ગાંધીનગર શહેરમાં 3-3 બૂથ મહાત્મા મંદિરમાં લગાવવામાં આવ્યા છે, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) સમિટ ચાલી રહી છે. અત્યાર સુધી હજારો લોકોએ પીએમ મોદી સાથે ફોટો પડાવી લીધા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ


ખાનગી કંપનીના કર્મચારી સુનીતાએ જણાવ્યું હતું કે AR નામની ટેક્નિક છે. તેમાં અમે મોદીજી સાથે લોકોનો ફોટો આપી રહ્યા છીએ. લોકોની એટલી ભીડ છે કે અમારા 3 બૂથ પણ ઓછા પડી રહ્યા છે. હજારો લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અમે મેલ દ્વારા મોદીજીનો ફોટો લોકોને મોકલી દઇએ છીએ. 
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


પીએમ સાથે ફોટો પડાવનાર સુભાષે જણાવ્યું હતું કે વડાપ્રધાનમંત્રી આમ તો પ્રોટોકોલ મુજબ જ મળી શકે છે, પરંતુ અહીં તેમની સાથે ફોટો પડવવાની તક જરૂર મળી. જો તમે પણ મોદી સાથે ફોટો પડવવા માંગો છો તો રવિવાર સુધી તમે અહીં આવીને ફોટો પડાવી શકો છો.