ધનતેરસ પર સોનું ખરીદવું છે પણ પૈસા ઓછા છે, જ્વેલર્સમાં ગયા વિના આ રીતે સસ્તામાં કરી લો ખરીદી
Dhanteras 2023: પહેલા લોકો તહેવારોમાં સોનાના ઘરેણા, સિક્કા, બિસ્કિટ જેવી વસ્તુઓ ખરીદતા હતા. પરંતુ તેના ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો પણ ભય રહે છે. એટલા માટે ઘણા લોકો ફિજિકલ સોનાને બદલે ડિજિટલ ગોલ્ડ તરફ વળ્યા છે.
Digital Gold: ભારતમાં દિવાળી, ધનતેરસ જેવા તહેવારો પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. લોકો મોટાભાગે ધનતેરસના દિવસે સોનું ખરીદે છે. પરંતુ સોનાના ભાવમાં વધારાને કારણે ઘણા લોકો તેને ખરીદી શકતા નથી. હાલમાં દસ ગ્રામ સોનાની કિંમત 60 હજાર રૂપિયાની આસપાસ છે. આવી સ્થિતિમાં મધ્યમ વર્ગ અને નીચેના વર્ગના લોકો માટે સોનું ખરીદવું થોડું મુશ્કેલ છે. પરંતુ આ પછી પણ તમે ઓછા પૈસામાં સોનું ખરીદી શકો છો.
6 મહિનામાં 266% વળતર:રેલવેનો રૂ. 13.31 કરોડનો મળ્યો ઓર્ડર,આ કંપની બનાવી દેશે અમીર
નવરાત્રિ સુધરી! એક મહિનામાં 44% વળતર, આ IT કંપનીના શેર બનાવી દેશે કરોડપતિ
26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી
ડિજિટલ ગોલ્ડ એક વિકલ્પ છે
પહેલા લોકો તહેવારો પર સોનાના ઘરેણા, સિક્કા, બિસ્કિટ જેવી વસ્તુઓ ખરીદતા હતા. પરંતુ તેમના ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો પણ ભય રહે છે. તમે ડિજિટલ ગોલ્ડમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આમાં તમે માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે ડિજિટલ સોનું ખરીદશો તો શું ફાયદા થશે.
ઘરે આ રીતે કરો હેર સ્પા, બાલ થઇ જશે મુલાયમ અને શાઇનિંગ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?
ડિજિટલ સોનાના ફાયદા
ફિજિકલ સોનાની જેમ ડિજિટલ સોનાનો સંગ્રહ કરવાની જરૂર નથી. કારણ કે તે જ ડિજિટલ પ્લેટફોર્મના વોલેટમાં સુરક્ષિત રહે છે.
- ફિજિકલ સોનું ખરીદવા માટે, તમારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું પડશે. પરંતુ ડીજીટલ સોનાની બાબતમાં આવું નથી. આમાં તમે જ્યારે ઇચ્છો ત્યારે એક રૂપિયાનું પણ સોનું ખરીદી શકો છો.
- તમે ગમે ત્યારે, ગમે ત્યાં ડિજિટલ સોનું ખરીદી કે વેચી શકો છો. ટ્રાન્ઝેક્શન દરમિયાન, તમે તે સમયે પ્રવર્તમાન દર પણ જાણી શકશો. ફિજિકલ સોના કરતાં ડિજિટલ સોનું ખરીદવું અને વેચવું સરળ છે.
ચંદ્ર ગ્રહણ પર આ રાશિવાળાના ઘરમાં થશે ધનનો વરસાદ, 28 ઓક્ટોબરથી નોટોમાં રમશે
આજથી પલટી મારશે આ લોકોની કિસ્મત, અચાનક વધશે બેંક બેલેન્સ, મળશે પ્રમોશન
1) ડિજિટલ સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું
ડિજિટલ સોનું સરળતાથી અને ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ કારણોસર લોકો ડિજિટલ સોનું ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ડિજિટલ સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે જાણો
2) શુદ્ધતા
સૌપ્રથમ ડિજિટલ સોનું ખરીદતા પહેલા રોકાણકારોએ સોનાની શુદ્ધતાની તપાસ કરવી જોઈએ. સેફગોલ્ડના પ્લેટફોર્મ પરથી ખરીદેલ સોના કરતા MMTC-PAMP પાસેથી ખરીદેલ ડિજિટલ સોનું અધિક શુદ્ધ હોવાની સંભાવના છે.
3) રૂ. 1 કરતા પણ ઓછી શરૂઆતની કિંમત
ડિજિટલ ગોલ્ડની કિંમત રૂ. 1થી શરૂ થાય છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી ગ્રાહક નાના પાયે રોકાણ કરવા માટે આંશિક ભૌતિક સોનું ખરીદી શકે છે.
નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું
4) સ્ટોરેજ
તમે જે સોનું ખરીદો છો, તે સેન્ટ્રલી સ્ટોર કરવામાં આવે છે અને તમારુ સોનું ડિજિટલ વોલેટ બેલેન્સ તરીકે દર્શાવવામાં આવે છે. તમે આ સોનાની ડિલીવરી લઈ શકો છો અથવા તમે ડાયરેક્ટ સેલ પણ કરી શકો છો.
5) GST અને અન્ય ચાર્જ
જે પ્રકારે સ્ટોર પરથી સોનાની ખરીદી પર GST ચૂકવવાનો રહે છે, તે જ રીતે ડિજિટલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા GST ચૂકવવાનો રહે છે. ડિજિટલ ગોલ્ડ પ્રોવાઈડર સ્ટોરેજ કોસ્ટ, વીમો અને વધારાના અન્ય ખર્ચ માટે 2-3 ટકાનો વધારાનો ચાર્જ પણ વસૂલે છે. જો ગ્રાહક ડિજિટલ ગોલ્ડને ફિઝીકલ ગોલ્ડમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે, તો તેના પર મેકિંગ ચાર્જ લગાવવામાં આવે છે. તમારા ઘર સુધી સોનું ડિલીવર કરવા માટે રોકાણકારોએ વધારાનો ચાર્જ પણ ચૂકવવાનો રહેશે.
6) મેક્સિમમ હોલ્ડિંગ પિરિયડ
ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સમાં મેક્સીમમ હોલ્ડિંગ પિરિયડ હોય છે, ત્યારબાદ રોકાણકારે સોનાની ડિલીવરી લેવી પડે છે અથવા વેચી દેવું પડે છે. તમામ મરચન્ટની ડિજિટલ ગોલ્ડ માટે અલગ અલગ હોલ્ડિંગ પિરિયડ શરત હોય છે.
7) ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ
ડિજિટલ હોલ્ડિંગ પિરિયડ અનુસાર રોકાણકારે ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ ચૂકવવાનો રહે છે. ડિજિટલ સોનું 36 મહિના કરતા ઓછા સમય સુધી હોલ્ડ રાખવામાં આવે તો રિટર્ન પર ડાયરેક્ટ ટેક્સ લાગુ થતો નથી. ડિજિટલ ગોલ્ડથી મળતા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગુ થયેલ સરચાર્જ અને 4 ટકા સેસ સાથે રિટર્ન પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે.
ગેરફાયદા
ડિજિટલ સોનું ખરીદવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. સૌથી મોટુ નુકસાન છે, કે ગોલ્ડ સ્પેસમાં નિયામક તંત્રનો અભાવ હોય છે. ગોલ્ડ ફંડ SEBIના નિયામક અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે.
નવરાત્રિમાં કરી લો શંખનો આ ટોટકો, મળશે અખૂટ ધન સંપત્તિ, તિજોરી પડશે નાની
Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube