ઘરથી દૂર રહો છો અને નથી કરી શકતા વોટર આઈડીમાં એડ્રેસ ચેન્જ?
વોટર આઈડી કાર્ડ ધારકને ચૂંટણીમાં મતદાન અને દેશ, રાજ્ય અથવા સ્થાનિક સંસ્થાના શાસન, કાયદો અને વહિવટ માટે પ્રતિનિધિઓને ચૂંટવવાની મંજૂરી આપે છે.
જો તમે ભારતના નાગરિક છો અને 18 વર્ષથી મોટા છો તો તમે વોટર ID મેળવી શકો છો. વોટર આઈડી કાર્ડ એ સરકાર દ્વારા જારી કરાયેલો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા ચૂંટણી કાર્ડ તરીકે પણ ઓળખાય છે.
આ કામોમાં પડે છે જરૂર
જો તમે પાસપોર્ટ માટે અરજી કરો છો તો તમે તેનો ઉપયોગ ઓળખ, સરનામું અને ઉંમરના સામાન્ય પુરાવા તરીકે કરી શકો છો. આ સુવિધા પ્રથમ વખત 1993માં મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
વોટર આઈડી કાર્ડ ધારકને ચૂંટણીમાં મતદાન અને દેશ, રાજ્ય અથવા સ્થાનિક સંસ્થાના શાસન, કાયદો અને વહિવટ માટે પ્રતિનિધિઓને ચૂંટવવાની મંજૂરી આપે છે.
આવી રીતે ઓનલાઈન અપડેટ કરો વોટર IDમાં એડ્રેસ
આજે અમે તમને જણાવીશું કે તમે તમારા વોટર આઈડી કાર્ડમાં ઓનલાઈન એડ્રેસ કેવી રીતે બદલી શકો છો.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
સૌથી પહેલા www.nvsp.in પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર લોગ ઈન કરો.
જો તમે બીજા વિસ્તારમાં ગયા છો, તો નવા મતદારની નોંધણી માટે ઓનલાઈન અરજી પર ક્લિક કરો અથવા ACથી ટ્રાન્સફરના કારણે ફોર્મ 6 પર ક્લિક કરો.
જો તમે એક જ મતવિસ્તારમાં રહેઠાણના એક સ્થળેથી બીજા સ્થળે ગયા છો, તો ફોર્મ 8A પર ક્લિક કરો.
પછી તમારું નામ, જન્મ તારીખ, રાજ્ય, મતવિસ્તાર, સરનામું સહિતની તમામ ફરજિયાત વિગતો ભરો.
હવે વૈકલ્પિક વિગતો વિભાગમાં તમારું ઈ-મેલ, સરનામું અને મોબાઈલ નંબર એન્ટર કરો
ત્યાર બાદ ફોટોગ્રાફ, એડ્રેસ પ્રૂફ અને ઉંમરના પૂરાવા સહિત તમામ દસ્તાવેજો અપલોડ કરો.
હવે અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સાથે ફોર્મ ઓનલાઈન સબમિટ કરો.
આ પછી ડિક્લેરશન વિકલ્પ ભરો અને કેપ્ચા નંબર દાખલ કરો. તમારી માહિતી ને ચકાસો અને 'સબમિટ' ટેબ પર ક્લિક કરો.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube