Home Loan: પોતાનું ઘર ખરીદવું દરેકનું સપનું હોય છે. તે માટે લોકો ખુબ મહેનત કરી બચત કરે છે સાથે હોમ લોનનો પણ સહારો લેતા હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે હોમ લોન લેતી તો ખુબ સરળ હોય ચે પરંતુ તેની ચુકવણી મુશ્કેલ બની જાય છે અને ઘણા લોકો પોતાનું જીવન આ હોમ લોન ચુકવવા પાછળ પસાર કરી દેતા હોય છે. આજે અમે આ આર્ટિકલમાં હોમ લોન જલ્દી ચુકવવાની ચાર ટિપ્સ જણાવી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ લોન જલ્દી ચુકવવાની રીત
પ્રી-પેમેન્ટ

પ્રી-પેમેન્ટ લોન જલ્દી ચુકવવાની એક સારી રીત છે. તેમાં તમારે તમારી લોનની રકમનો કેટલોક ભાગ સમય-સમય પર ચુકવી દેવો જોઈએ. તેનો ફાયદો તે છે કે તમારે ઓછામાં ઓછું વ્યાજ આપવું પડશે અને લોન જલ્દી ચુકવાઈ જશે. પ્રી પેમેન્ટ માટે તમે બોનસ કે પછી એક્સ્ટ્રા ઇનકમનો ઉપયોગ કરી શકો છો.


સમયની સાથે ઈએમઆઈ વધારો
જો તમે જલ્દી લોન ચુકવવા ઈચ્છો છો તો સમયની સાથે હોમ લોનનો હપ્તો વધારવો એક વિકલ્પ હોઈ શકે છે. જેમ-જેમ તમારી આવક વધે તેમ તેમ તમારે ઈએમઆઈમાં વધારો કરવો જોઈએ. તેનાથી તમારે વ્યાજ પણ ઓછું ચુકવવું પડશે અને લોન પણ જલ્દી ભરાઈ જશે. 


આ પણ વાંચોઃ 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ આ સપ્તાહે


ઓછા સમય માટે લોન લો
હોમ લોન ઓછામાં ઓછા સમય માટે લેવી જોઈએ. તેનો ફાયદો એ હોય છે કે જેટલા સમય માટે તમે હોમ લોન લેશો. એટલું ઓછું વ્યાજ તમારે ચુકવવું પડશે. પરંતુ કોઈપણ લોન લેતા પહેલા તમારે તમારા ખર્ચ અને બચતનો હિસાબ કરી લેવો જોઈએ, બાકી તમારે ઈએમઆઈની ચુકવણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરો
હોમ લોન  તમારે ઓછામાં ઓછા વ્યાજપર લેવી જોઈએ. જો તમને લાગે છે કે વર્તમાન બેન્ક તમારી પાસે વધુ વ્યાજ લ રહી છે તો તમારે હોમ લોન ટ્રાન્સફર કરી લેવી જોઈએ. તેનાથી તમે મૂળ વધુ ચુકવી શકશો.