નવી દિલ્હીઃ જિંદગીમાં જો સફળતા જોઈએ તો નાણાકીય પ્લાનિંગ ખુબ જરૂરી છે. જો તમે સારી કમાણી કરો છો પરંતુ પૈસાને ક્યારેય, કયાં અને કેટલા ખર્ચ કરવા છે, તે નથી જાણતા તો સારા પગાર બાદ પણ તમારૂ બેન્ક એકાઉન્ટ હંમેશા ખાલી રહેશે અને તમે પૈસાની તંગીનો સામનો કરતા રહેશો. ભલે તમે નોકરી કરતા હોવ કે બિઝનેસ હોય, તમને પૈસાનું મેનેજમેન્ટ કરવાની કળા આવડવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટ પ્રમાણે પૈસાનો સમજ્યા-વિચાર્યા વગર ખર્ચ કરવાથી નાણાકીય સ્ટેબિલિટી પર ખરાબ અસર પડે છે. આપણે આપણી ખર્ચ કરવાની આદતો બદલી નાણાકીય સ્ટેબિલિટીને મજબૂત કરી શકીએ. સારા નાણાકીય પ્લાનિંગ માટે તમારે રૂટિન ખર્ચની ઓળખ કરી તેમાં બચત કરવાની કળા શીખવી જોઈએ. દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેનું માનવુ છે કે લોકોએ શરૂઆતથી નાણાકીય પ્લાનિંગ શીખવું જોઈએ. જો તમને પૈસા મેનેજ કરવાની સમજ ઓછી હશે તો પણ સારી કમાણી છતાં તમે મુશ્કેલીમાં રહેશો. તેમણે કેટલાક એવા ખર્ચ વિશે જણાવ્યું છે જેના ચક્કરમાં પડી એક સામાન્ય વ્યક્તિ આજીવન પૈસાની તંગીનો સામનો કરે છે. આવો જાણીએ વોરેન બફે દ્વારા જણાવવામાં આવેલા ક્યા ખર્ચથી બચવું જોઈએ.


આ પણ વાંચોઃ 6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 2 બોનસ સ્ટોક આપવાની કંપનીએ કરી જાહેરાત


1. ઉંચા વ્યાજે લોન
જો તમે ઉંચા વ્યાજે લોન લો તો તમારા બેન્ક બેલેન્સ પર ખરાબ અસર પડે છે. કાર લોન, હોમ લોન અને ક્રેડિટ કાર્ડ પર બેન્ક ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરે છે. ઘણીવાર લોકોનો પગાર ઈએમઆઈ ભરવામાં નિકળી જાય છે. તેવામાં નાણાકીય પ્લાનિંગ થઈ શકતું નથી. 


2. પૈસા ડબલ કરવાની સ્કીમ
ઘણી એવી કંપનીઓ છે પૈસાને રાતો રાત ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે પૈસા ભેગા કરે છે. આ કંપનીઓના ચક્કરમાં ફસાય દર વર્ષે ઘણા લોકો પોતાની કમાણી ગુમાવે છે. વોરેન બફેનું તે કહેવું છે કે પૈસાનું રોકાણ હંમેશા વિશ્વાસપાત્ર સંસ્થામાં કરવું જોઈએ, ભલે તેમાં ઓછો ફાયદો મળે.


3. લગ્ઝરી સામાન
વોરેન બફેનું તે પણ કહેવુ છે કે લોકો બીજાની દેખાદેખીમાં કેપિસિટી ન હોય તો પણ મોંઘો સામાન ખરીદી લેતા હોય છે. તે માટે મોટી રકમ ખર્ચ કરે છે. વોરેન બફે અનુસાર જો તમારી જરૂરીયાત સસ્તી બ્રાન્ડ્સથી પૂરી થઈ જાય તો લગ્ઝરી બ્રાન્ડમાં વધુ પૈસા ખર્ચ કરવા જોઈએ નહીં.


આ પણ વાંચોઃ Gold Rate: આજે ફરી મોંઘુ થયું સોનું, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત


4. નવી કાર ખરીદવામાં ખર્ચ
લોકો નવી ગાડી ખરીદવામાં લાખો રૂપિયા ખર્ચ કરે છે. મોટા ભાગના લોકો લોન પર ગાડીઓ ખરીદે છે, જેમાં લાખો રૂપિયા વ્યાજની ચુકવણી કરે છે. નવી કાર ખરીદવાની જગ્યાએ ઓછી કિંમતમાં જૂની કે સેકેન્ડ કાર ખરીદી તમે મોટી બચત કરી શકો છો.


5. ખાવા-પીવામાં વધુ ખર્ચ
ઈન્વેસ્ટર વોરેન બફે પ્રમાણે લોકોએ પોતાની ખાવા-પીવાની આદતો પર પણ નિયંત્રણ રાખવું જોઈએ. બહારનું મોંઘુ ભોજન તમારા ખિસ્સા ખાલી રહે છે. ઘર પર ભોજન તૈયાર કરવું હંમેશા સસ્તુ હોય છે. બફે અનુસાર આપણે ખોટા ખર્ચથી બચવા માટે ઘરનું ભોજન ખાવાની આદત પાડવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube