નવા વર્ષમાં મોંઘવારીનો માર, આગામી મહિનાથી ટીવી જોવા માટે આપવા પડશે વધુ પૈસા
TV Channel Price Hike: ટીવી ચેનલ જોવા માટે હવે લોકોએ વધુ ખર્ચ કરવો પડશે. દેશના ઘણા બ્રોડકાસ્ટર્સે ચેનલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ Broadcasters Hike Channel Prices: નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. ઝી એન્ટરટેઈનમેન્ટ, વાયકોમ 18 અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા જેવા દેશના ટોપ બ્રોડકાસ્ટર્સે સામાન્ય લોકોને ઝટકો આપતા પોતાની ટીવી ચેનલોના ભાવમાં વધારો કર્યો છે. આ જાહેરાત બાદ હવે ગ્રાહકોએ પોતાની પસંદગીની ચેનલ જોવા માટે વધુ કિંમત ચુકવવી પડશે.
બ્રોડકાસ્ટર્સે કેટલો કર્યો વધારો
વાયકોમ 18 અને નેટવર્ક 18ની ડિસ્ટ્રીબ્યૂશન આર્મે પોતાની ચેનલના ભાવમાં 20થી 25 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. તો ઝી એન્ટરટેઈનમેન્ટે ચેનલોના ભાવમાં 9થી 10 ટકાનો વધારો કર્યો છે. સોનીએ ચેનલ રેટ્સમાં 9થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. તો ડિઝ્ની સ્ટારે હજુ સુધી વધારાની જાણકારી આપી નથી.
આ પણ વાંચોઃ માત્ર 22000 ના રોકાણ પર બનાવી દીધા કરોડપતિ, આ સરકારી સ્ટોકે કરાવી બમ્પર કમાણી
ક્યારથી લાગૂ થશે નવા દરો?
બ્રોડકાસ્ટર્સે તે સ્પષ્ટ કરી દીધુ છે કે નવા રેટ 1 ફેબ્રુઆરી 2024થી લાગૂ થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના નિયમો અનુસાર, બ્રોડકાસ્ટર્સ તેમની જાહેરાતના 30 દિવસ પછી જ નવા દરો લાગુ કરી શકે છે. આવી સ્થિતિમાં, ટ્રાઇ ગ્રાહકોના હિતમાં દરોને યોગ્ય રીતે મોનિટર કરવાનો પ્રયાસ કરી રહી છે.
કેમ ટેરિફમાં કરાયો વધારો?
2024 ચૂંટણી વર્ષ છે. તેવામાં TRAI ટીવી ચેનલોના ભાવમાં વધારો કરી સામાન્ય લોકોને નારાજ કરવા ઈચ્છતું નથી. વાયકોમ 18એ સૌથી વધુ પોતાની ચેનલના ભાવમાં વધારો કર્યો છે, કારણ કે આ વર્ષે કંપનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગના ડિજિટલ રાઇટ્સ, બીસીસીઆઈ મીડિયા રાઇટ્સસ, ક્રિકેટ દક્ષિણ આફ્રિકા મીડિયા રાઇટ્સ અને ઓલિમ્પિક 2024 જેવા ઘણા મુખ્ય કાર્યક્રમોના રાઇટ્સ ખરીદ્યા છે. કંપની આ રકમની ભરપાઈ ચેનલોના રેટ વધારીને કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય ડિઝ્નીએ આ વર્ષે આઈસીસીના રાઇટ્સ પ્રાપ્ત કર્યાં છે. તેવામાં કંપની આ રકમની ભરપાઈ રેટમાં વધારો કરી કરવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube