નવી દિલ્હીઃ World Wealth Report 2023: મહામારી બાદ પણ વર્ષ 2022માં ભારતમાં સૌથી વધુ ધનીક એટલે કે હાઈ નેટવર્થ ઈન્ડિવિઝુઅલની સંપત્તિમાં વધારો થયો છે. આ કેટેગરીમાં આવતા લોકોની સંખ્યા પણ પહેલાના મુકાબલે દેશમાં 10.5 ટકાનો વધારો થયો છે. એટલે કે હવે ભારતમાંથી કુલ 308 લોકો અલ્ટ્રા-રિચની શ્રેણીમાં આવી ગયા છે. આ વાતનો ખુલાસો કેપજેમિનીના વર્લ્ડ વેલ્થ રિપોર્ટમાં થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના આંકડા કરતા ભારત પાછળ
કેપજેમિનીના વર્લ્ડ હેલ્થ રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક સ્તર પર હાઈ નેટવર્થ ઈન્ડિવિઝુઅલ (HNI)સંખ્યામાં 7.8 ટકાના વધારા બાદ 22.5 મિલિયન વ્યક્તિ થઈ ગઈ છે. અન્ય દેશોની તુલનામાં હાઈ નેટવર્થ ઈન્ડિવિઝુઅલ (HNI)ની વસ્તી ખુબ ઓછી છે. વર્ષ 2020માં ભારતમાં 261 એચએનઆઈ હતા, જે 2021માં વધીને 308 થઈ ગયા છે. સામૂહિક રૂપથી ભારતીયોની સંપત્તિમાં 11.6 ટકાનો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે, જુલાઈમાં મળી શકે છે બે મોટા ફાયદા, વધી જશે પગાર


આ ચાર કારણે વધી સંપત્તિ
- ભારતની કેન્દ્રીય બેન્કથી igher liquidity support,અહીં પર Liquidity નો અર્થ સહજતા સાથે છે.
- ઘરેલૂ સરકારની નીતિઓનું સમર્થન કરવું
- રસીકરણ અભિયાનમાં સતત વધારો
- શાનદાર રિટર્ન આવનાર બજારના માધ્યમથી ધનનો વિસ્તાર


કોણ હોય છે અલ્ટ્રા-એચએનઆઈ લોકો?
કેપજેમિનીના વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર અલ્ટ્રા-એચએનઆઈ તે લોકો હોય છે, જેની સંપત્તિ 30 મિલિયન ડોલરથી વધુ છે. વિશ્વભરમાં લગભગ 220, 221 વ્યક્તિઓની પાસે 30 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે. તેમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને તાઇવાન અલ્ટ્રા-એચએનઆઈ શ્રેણીમાં સૌથી વધુ યોગદાન આપનારા દેશ છે. 


આ પણ વાંચોઃ Gold Rate: ગોલ્ડમાં 2500 રૂપિયા સુધીનો કડાકો...શું સોનું ખરીદવા માટે આ યોગ્ય સમય છે?


રિપોર્ટ અનુસાર ભારતનું પ્રદર્શન સારું છે
અહેવાલ મુજબ, 'લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અને ભૌગોલિક રાજનીતિક કટોકટીના કારણે મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ભારતની સ્થિતિસ્થાપક આર્થિક કામગીરીએ કટોકટીના આ વર્ષમાં પણ દેશને વૈશ્વિક વલણોને હરાવવામાં મદદ કરી હતી'.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube