નવી દિલ્હીઃ લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. એવામાં દરેક લોકો ઘરેણાંની ખરીદી કરે છે. પરંતુ ગોલ્ડ જ્વેલેરીની ખરીદી કરતી વખતે ઉત્સાહમાં ક્યારેક તમે છેતરપિંડીનો પણ ભોગ બનો છો. ખાસ કરીને તહેવારોની સીઝનમાં જ્વેલર્સ ઘણીવાર છેતરપિંડી કરે છે. ભીડ અને સમય ઓછો હોવાના કારણે જે નાની નાની વાતોમાં તમે ધ્યાન નથી આપતા એ જ સમયે જ્વેલર્સ ઠગાઈ કરે છે. આજે અમે તમને જણાવીએ કે આ ઠગાઈથી તમે કેવી રીતે બચી શકો. આ 5 વાતોનું ધ્યાન રાખીને તમે ઠગાઈથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ખરીદી પહેલાં તમારા શહેરમાં ઘરેણાંની કિંમત જાણીલો. એક દુકાનેથી નહીં અન્ય દુકાનોમાંથી પણ જાણો. એવી દુકાનોમાંથી જ ખરીદી કરો જે તમારા ઘરની નજીક હોય અને જેના પર તમે વિશ્વાસ કરી શકો. તમારે કેટલા કેરેટનું સોનું ખરીદવું છે તેના વિશે પહેલાં જ નિર્ણય લઈ લો. એ વાતની કાળજી રાખો કે સોનાના ઘરેણાંની ગુણવત્તા અને કિંમતમાં અંતર હોય છે. 


2. સોનાના ઘરેણાંની કિંમતને વિભાજિત કરો. એટલે કે ઘરેણાંની જે કિંમત છે તેમાં મેકિંગ ચાર્જ કેટલું અને GST કેટલું વગેરે. સોનાના ઘરેણાં ખરીદવા પહેલાં વજન જરૂર ચેક કરો. 


આ પણ વાંચોઃ હોળી પહેલાં લાખો કેન્દ્રીય કર્મીઓને મળશે ભેટ, જલદી થશે પગાર વધારાની જાહેરાત


3. ઘરેણું ખરીદતી વખતે તેની ગુણવત્તા પર જરૂર ધ્યાન આપો. સૌથી સારું એ રહેશે કે હૉલમાર્ક જોઈને જ ખરીદો. હૉલમાર્ક સરકારી ગેરેન્ટી છે. હૉલમાર્કનું નિર્ધારણ ભારતની એકમાત્ર એજન્સી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ(BIS) કરે છે. તેનો એક ફાયદો એ પણ છેકે જ્યારે તમે રિપ્લેસ કરવા જશો ત્યારે તેમાં ડિપ્રેસિએશન કૉસ્ટ નહીં કાપવામા આવે. 


4. જો કોઈ જ્વેલર તમને 24 કેરેટ ગોલ્ડ ઘરેણાં આપવાનો દાવો કરે છે તો સમજી લેજો કે એ નકલી છે. કેમ કે 24 કેરેટ સૌથી શુદ્ધ સોનું હોય છે અને તેનાથી ઘરેણાં નથી બનતા. કેમ કે જો 24 કેરેટ ગોલ્ડથી સોનું બને તો એ જલદી જ તૂટી જાય છે કેમ કે 24 કેરેટ સોનું એકદમ મુલાયમ હોય છે. સામાન્ય રીતે આભુષણો માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે. હૉલમાર્ક પર પાંચ અંક હોય છે. તમમામ કેરેટનું હૉલમાર્ક અલગ હોય છે. 


આ પણ વાંચોઃ અડધું થઈ જશે બિલ! બસ વીજળીના મીટરની પાસે લગાવી દો 288 રૂપિયાનું આ ડિવાઇસ


5. કેરેટ ગોલ્ડનો મતલબ 1/24 ટકા ગોલ્ડ. જો તમારું ઘરેણું 22 કેરેટ છે તો 22ને 24 વડે ભાગાકાર કરો અને તેને 100 સાથે ગુણો. કિંમત આના પર જ નક્કી થાય છે. (22/24)x100= 91.66 એટલે કે તમારા ઘરેણાંમાં ઉપયોગ થયેલા સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. જેમ કે, 24 કેરેટ સોનાની કિંમત ટીવી પર 27000 છે અને બજારમાં તેને ખરીદવા જઈએ તો 22 કેરેટ સોનાની કિંમત (27000/24)x22=24750 રૂપિયા હશે. જોકે જ્વેલર તમને 22 કેરેટ સોનું 27000માં જ આપશે. એટલે કે તમે 22 કરેટ ગોલ્ડ 24 કેરેટની કિંમતમાં જ ખરીદી રહ્યા છો. આવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube