Weekly Gold Price: મોંઘુ થયું સોનું, ચાંદીની ચમક પણ વધી, જાણો સપ્તાહમાં કેવી રહી સોની બજારની ચાલ
Gold-Silver Price Latest Updates: આઈબીજેએ પ્રમાણે 18 ડિસેમ્બરે સોનું 61902 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે શુક્રવારે 22 ડિસેમ્બર સુધી વધી 62844 રૂપિયા પર પહોંચી ગયું છે.
નવી દિલ્હીઃ ભારતીય સોની બજારમાં સોનાની સાપ્તાહિક કિંમતોમાં તેજી આવી છે. તો ચાંદી મોંઘી થઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજેએ (IBJA)ની વેબસાઇટ પ્રમાણે બિઝનેસ વીકની શરૂઆતમાં 18 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 61902 રૂપિયા હતો, જે શુક્રવાર (22 ડિસેમ્બર) એ વધીને 62844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 73588 રૂપિયાથી વધી 74918 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આઈબીજેએ તરફથી જારી કિંમતોથી અલગ-અલગ શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા જારી કરેલા ભાવ દેશભરમાં સર્વમાન્ય છે, પરંતુ તેની કિંમતમાં જીએસટી સામેલ નથી.
છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
18 ડિસેમ્બર, 2023- રૂ. 61,902 પ્રતિ 10 ગ્રામ
ડિસેમ્બર 19, 2023- 62,084 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
20 ડિસેમ્બર, 2023- રૂ. 62,302 પ્રતિ 10 ગ્રામ
21 ડિસેમ્બર, 2023- રૂ. 62,335 પ્રતિ 10 ગ્રામ
22 ડિસેમ્બર, 2023- રૂ. 62,844 પ્રતિ 10 ગ્રામ
આ પણ વાંચોઃ દુનિયાનો સૌથી અમીર શખ્સ ગુજરાત આવશે, વાઈબ્રન્ટ માટે અપાયું આમંત્રણ
છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
18 ડિસેમ્બર, 2023- રૂ 73,588 પ્રતિ કિલો
19 ડિસેમ્બર, 2023- રૂ 73,652 પ્રતિ કિલો
20 ડિસેમ્બર, 2023- રૂ 73,742 પ્રતિ કિલો
21 ડિસેમ્બર, 2023- રૂ 74,550 પ્રતિ કિલો
22 ડિસેમ્બર, 2023- રૂ 74,918 પ્રતિ કિલો
હોલમાર્કિંગ દ્વારા કરો સોનાની ઓળખ?
નોંધનીય છે કે સરકારે 1 જુલાઈ 2021થી હોલમાર્કને ફરજીયાત કરી દીધુ હતું. હવે ગોલ્ડ પર 3 પ્રકારના ચિન્હ હોય છે. તેમાં BIS લોગો, પ્યોરિટીનો ગ્રેડ અને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ જેને HUID પણ કહેવામાં આવે છે. 24 કેરેટનું ગોલ્ડ સૌથી પ્યોર હોય છે. પરંતુ 24 કેરેટ ગોલ્ડના ઘરેણા પહેરી શકાતા નથી. જ્વેલરી માટે 18થી 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે શુદ્ધ સોનાના ઘરેણા ખરીદવા ઈચ્છો છો તો હોલમાર્ક જરૂર જુઓ. જો હોલમાર્ક જ્વેલરી નથી તો સોનાની ખરીદી કરવી જોઈએ નહીં.
આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ આઈપીઓ, ક્રિસમસ બાદ થશે ઓપન, જાણો વિગત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube