સોનાના ભાવમાં આ અઠવાડિયે તેજી જોવા મળી છે. આ અઠવાડિયે સોનાનો ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો અને અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે 59,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ગત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સોનાનો ભાવ 58159 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જો કે આ અઠવાડિયે સોનું પોતાના હાઈ લવલથી થોડું નીચે ગગડ્યું છે. સપ્તાહભરના ગોલ્ડના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે આવા રહ્યા હાલ
IBJA Rates મુજબ આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવારે સોનાના ભાવ 59671 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. મંગળવારે ભાવ 59,487 રૂપિયા પર ક્લોઝ થયા હતા. બુધવારે સોનાના ભાવ થોડા ઘટીને 58,164 રૂપિયા પર ક્લોઝ થયા. ગુરુવારે સોનાનો ભાવ 59,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. શુક્રવારે ભાવ 59,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયો. 


કેટલું મોંઘુ થયું સોનું?
ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે ગોલ્ડના ભાવ 58,159 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. આ પ્રકારે ગોલ્ડના ભાવ આ સપ્તાહે 1211 રૂપિયા મોંઘુ થયું છે. આ અઠવાડિયા દરમિયાન ગુરુવારે સોનાના રેટ સૌથી ઓછા 58,614 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. જ્યારે સૌથી વધુ મોંઘુ સોમવારે 59,671 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 



24 કેરેટવાળા ગોલ્ડનો ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટવાળા સોનાના ભાવ 24 માર્ચના રોજ વધુમાં વધુ 59,653 રૂપિયા રહ્યો. જ્યારે 22 કેરેટવાળા સોનાનો ભાવ 59,414 રૂપિયા રહ્યો. તમામ પ્રકારના ગોલ્ડના રેટની ગણતરી ટેક્સ વગર કરાઈ છે. સોના પર જીએસટી અલગથી લાગે છે. આ ઉપરાંત ઘરેણા પર મેકિંગ ચાર્જ પણ લાગે છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (Indian Bullion Jewelers Association) તરફથી બહાર પડેલા ભાવથી અલગ અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. 


એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, જાણો રજાઓની યાદી


ખિસ્સા પર વધશે બોજો, 1 એપ્રિલથી લાગૂ થશે આ 11 નિયમ, જાણો મહત્વના ફેરફાર વિશે


યુવકે પોલીસ પાસે લગાવી ગુહાર...પ્લીઝ મને મારી ગર્લફ્રેન્ડથી બચાવો, લગ્ન કરતી....


કેમ વધી રહ્યા છે સોનાના ભાવ
અમેરિકી અને યુરોપમાં બેંકિંગ સંકટના કારણે સમગ્ર દુનિયામાં આર્થિક મંદીની આશંકા ગાઢ બની છે. તેના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ મોટી સંખ્યામાં સોનાની ખરીદી શરૂ કરી છે. માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં ઉછાળાના પ્રમુખ કારણોમાં અમેરિકા અને અન્ય દેશોમાં બેંકિંગ સંકટ, ડોલરમાં નબળાઈ, ડિમાન્ડ, અને શેર બજારોમાં અનિશ્ચિતતાની સ્થિતિ ગણાવી રહ્યા છે. આ સ્થિતિમાં સોનાનું રોકાણ ઝડપથી વધ્યું છે. શેર બજારોમાં ઘટાડાના પગલે પણ સપોર્ટ મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube