Income Tax Return: આવકવેરા અધિનિયમ હેઠળ કરદાતાઓ દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભુલો માટે દંડની જોગવાઈ છે.  જેમકે સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ ન ભરવો, ટેક્સ ભરવામાં ડિફોલ્ટ, ઇન્કમ રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ માટે દંડ, આવકવેરા વિભાગ આવકની ખોટી માહિતી આપવા માટે પણ દંડ ફટકારવામાં આવે છે. ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણીવાર કરદાતાઓ તેમની આવક કમાયેલી વાસ્તવિક આવક કરતાં ઓછી દર્શાવતા હોય છે. આ સ્થિતિમાં તેઓ આવકના ખોટા પુરાવા પણ આપે છે.  આ સ્થિતિમાં તેમના માટે દંડની જોગવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Gold Price Today: તાબડતોડ વધી રહ્યાં છે સોનાના ભાવ, અહીં મળી રહ્યું છે સસ્તુ સોનું


Indian Railways: મહિલાઓ ટ્રેનમાં ટિકિટ વગર કરી શકશે મુસાફરી, જાણો રેલ્વેના નિયમ


ટ્રેનની મુસાફરી દરમિયાન વેટિંગ પેસેન્જર સરળતાથી મેળવી શકે છે કંફર્મ સીટ, કરો આ કામ


આવકનું ખોટું રીપોર્ટિંગ એટલે શું ?

આવકનું ખોટું રિપોર્ટિંગ શું છે એ જાણવું જરૂરી છે. જેમાં આવકની ખોટી જાણકારી, રોકાણ અંગેની માહિતી ન આપવી, ખર્ચ કે ખોટ પ્રમાણિત કરતાં પુરાવાનો અભાવ, ખાતામાં ખોટા નુકસાન કે ખર્ચની નોંધણી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કે ઘરેલું લેનદેનનું રિપોર્ટિંગ ન કરવું આ બધું જ ખોટા રિપોર્ટિંગમાં આવે છે. 


આવકવેરા અધિનિયમ 1961માં આ સંબંધિત વિશેષ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરો ભરતી વખતે ખોટી માહિતી આપવા અંગેની વિગતવાર માહિતી કરદાતાઓને આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે. પરંતુ સરકાર કરદાતાઓને સલાહ આપે છે કે બધા જ નિયમોનું પાલન કરવા માટે આ એક્ટની વિવિધ જોગવાઈઓને સમજવા માટે ટેક્સ નિષ્ણાંતોની સલાહ લેવી. 


આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જો આવક ખોટી દર્શાવવામાં આવે તે વ્યક્તિને આવક પર ચૂકવવાપાત્ર ટેક્સના 200% ના દરે દંડ ભરવો પડશે.