ઝી બ્યૂરો, અમદાવાદઃ નવા વર્ષથી નવા નિયમ અમલી થયા છે.જેમાં વાહન પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે.જો ફાસ્ટેગ નહીં હોય તો હવે થશે તગડો દંડ.ત્યારે તમને કેટલા પ્રશ્નો મુજવતા હશે કે ફાસ્ટેટ ક્યાંથી લેવું, કેવી રીતે લગાવવું, કેવી રીતે ટેક્સ કપાશે આવા અનેક સવાલ જે તમારા મનમાં હશે તો આવા જાણીએ કે કેવી રીતે થશે ફાસ્ટેગનો ઉપયોગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે આ ફાસ્ટેગ?
વાહનોની નોન-સ્ટોપ આવન-જાવન માટેનું દેશવ્યાપી ટુલને ફાસ્ટેગ કહેવાય છે.વન નેશન વન ટોલનું ફાસ્ટેગ ઉત્તમ ઉદાહરણ છે.જેમાં રડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.ફાસ્ટેગની મદદથી લાઈનમા ઉભા રહ્યા વગર જ ટોલ ટેક્સની ચુકવણી થશે.વાહન ઉભું રાખ્યા વગર ટોલ નાકા પર ટેક્સના રૂપિયા સીધા જ પ્રિ-પેઈડ એકાન્ટમાંથી કપાઈ જશે.ફાસ્ટેગ વાહનની વીન્ડસ્ક્રીન પર લગાવાશે.જેથી ફાસ્ટેગની અને ટોલપ્લાઝના સેન્સરની ફ્રીકવન્સી મેચ થશે.જેથી પુરપાટ જતા વાહનના પણ ફાસ્ટટેગ સ્કેન થઈ ટેક્સ કપાઈ જશે.



રાહતના સમાચાર, 1 જાન્યુઆરીથી ફરજિયાત નથી FASTag, નવી ડેડલાઈન વિશે ખાસ જાણો 


ફાસ્ટેગના દર અને વેલિડિટી કેટલી હોય છે?
ફાસ્ટેગ મેળવવા માટે એકવાર 200 રૂપિયા ચૂકવવા પડશે.વાહનના આધારે ફાસ્ટેગ માટે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.સાથે જ એક વાર ફાસ્ટેગ લીધા બાદ તે 5 વર્ષ સુધી માન્ય ગણાશે.એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ ફક્ત તેને રિચાર્જ કરાવવાની જરૂર પડશે.જો રિચાર્જ ન કરવું હોય તો ટોપ-અપ પણ કરાવી શકાશે


ફાસ્ટેગ લેવા માટે ક્યાં દસ્તાવેજ જોઈએ?
ફાસ્ટેગ માટે વાહન મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી પડે છે.જેમાં વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે RC બુક જોઈએ.વાહનના માલિકના પાસપોર્ટ સાઈઝના ફોટા અને વાહનની કેટેગરી મુજબ માલિકના KYC ડોક્યુમેન્ટ જોઈએ.આઈકાર્ડ અને સરનામાનો પુરાવો પણ ફરજિયાત આપવું પડે છે.જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ સહિતના ફોટો આઈકાર્ડ ચાલશે.


ફાસ્ટેગથી કેવી રીતે કપાસે ટોલ?
વાહન પર ફાસ્ટેગ લાગેલું હશે તો ટોલનાકાથી પસાર થતાની સાથે જ ટેક્સ કપાઈ જશે.વાહન પર લાગેલા ફાસ્ટેગને ટોલ પ્લાઝા પર લાગેલા સ્કેન મશીન સ્કેન કરી ટેક્સ કાપશે.ટોલ ટેક્સ કપાય બાદ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર SMS આવશે.અને જો તમારે તમામ કપાયેલા ટેક્સ અંગે માહિતી મેળવવી હોય તો વેબસાઈટ પર અમુક સમયાંતરે સ્ટેટમેન્ટ પણ મળશે.અને તમારા એકાન્ટમાંથી કેટલા રૂપિયા કપાય અને હજુ કેટલા છે તે એકાઉન્ટના સ્ટેટસ પણ જાણી શકાય છે.


ખોટી લાઈનમાં પ્રવેશ કરશો તો દંડાશો
ફાસ્ટેગ લગાવ્યા બાદ ટોલનાકા પર ઉભા તો નહીં રહેવું પડે પણ ખોટી લાઈનમાં ઘુસી ગયા તો બમણા રૂપિયા ચુકવવા પડશે.દરેક વાહન માટે કેટેગરી મુજબ ટોલ નાકા પર લાઈન નક્કી કરેલી હોય છે.જેથી માન્યતા વગર ફાસ્ટેગની લાઈનમાં આવશે તેને દંડ થશે.ફાસ્ટેગ અલગ લાઈનનું હશે તો વાહનચાલક પાસેથી દંડ પેટે બમણી રમક વસુલાશે.મહત્વનું છે કે ટોલ પ્લાઝા પર રોકડની ચુકવણી કરી કોઈ પણ લેન પસંદ કરી શકે છે.પરંતુ ફાસ્ટેગ માટે નક્કી કરેલી લાઈનમાં ચાલવું વાહન ચાલક માટે વધુ હિતાવહ રહેશે.


ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરવું?
ફાસ્ટેગ લઈ લીધા બાદ તે 5 વર્ષ માટે ચાલે છે પરંતુ તેને રિચાર્જ કરાવવું પડે છે.જેમાં ફાસ્ટેગનું રિચાર્જ તમે તમારી જાતે ઓનલાઈન કરી શકો છો.ચેક, ક્રેડિટ, ડેબીટ કાર્ડથી પણ ફાસ્ટેગ રિચાર્જ કરી શકાય છે.જેમાં તમે ફાસ્ટેગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીનું રિચાર્જ કરી શકો છો.જેથી તમારી વારેવારે રિચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે.


વાહન દીઠ જુદા હશે ફાસ્ટેગ
બે વાહન માટે એક ફાસ્ટેગ નહીં ચાલે એટલે દરેક વાહન માટે માલિકે અલગ ફાસ્ટેગ રાખવું પડશે.જેથી દરેક વાહનના ફાસ્ટેગનું એકાઉન્ટ પણ અલગ બનશે.એક વાહનનું ફાસ્ટેગ બીજા વાહન માટે નહીં ચાલે.વાહનની ક્ષમતા મુજબ ફાસ્ટેગ આપવામાં આવે છે જેથી ટ્રક અને કારના ફાસ્ટેગ એકબીજામા ન ચાલી શકે.સાથે કોઈ એક વાહન માટે બે ફાસ્ટેગ પણ નહીં ખરીદી શકાય.


ફાસ્ટેગ ખોવાઈ જાય તો શું કરશો
ફાસ્ટેગ ખોવાઈ જાય તો તમારા એકાઉન્ટમાં પડેલા રૂપિયા અન્ય કોઈ વાપરી શકે છે.જેથી ફાસ્ટેગ ખોવાઈ જાય તો સૌથી  પહેલા ફાસ્ટેગ કસ્ટમર કેરનો સંપર્ક કરવો.કસ્ટમર કેરમાં ફોન કરી તમારા ફાસ્ટેગ એકાઉન્ટને બ્લોક કરવું.જેથી નવું ફાસ્ટેગ ન આવે ત્યાં સુધી તેને કોઈ વાપરી ન શકે.નવું એકાઉન્ટ ખોલી નવું ફાસ્ટેગ મેળવી જૂના ખાતાની રકમ ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરાવી લેવી.સાથે જો તમારૂ વાહન ચોરી થાય તો પણ ફાસ્ટેગ એકાન્ટ બ્લોક કરાવવું પડશે.જો કે ફાસ્ટેગનો ઉપોગ થાય તો ચોરાયેલું વાહન ક્યાં છે તેની તરત જ માહિતી મળી જશે.


માલિક બદલાય તો ફાસ્ટેગ પણ બદલાય?
જો તમે વાહન વેચી નાખો તો પછી વાહન માલિકની સાથે ફાસ્ટેગના માલિક પણ બદલાઈ જાય.જેથી ટેક્સ કપાય તે નવા માલિકના એકાઉન્ટમાંથી કપાય.વાહન વેચો તો ફાસ્ટેગમાં પણ ફેરફાર કરાવવો પડશે.કંપની પાસેથી નવા માલિકના નામે ફાસ્ટેગની નોંધણઈ કરાવવી પડશે.અને જો વાહન ચોરાય જાય તો કંપની અને IHMCLમાં ફરિયાદ કરી શકાશે.જેથી ફાસ્ટેગનો દુરઉપયોગ ન થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube