સુમિત કુમાર: ડિજિટલ પેમેંટ સેવા શરૂ કરવા પર વોટ્સઅપ (WhatsApp) એ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે અત્યારે તેનું ભારતમાં ટેસ્ટીંગ કરી રહી છે. તે રિઝર્વ બેંક (RBI) ની શરતોનું કોઇપણ પ્રકારનું ઉલ્લંઘન નહી કરે. આ સેવાને રિઝર્વ બેંક દ્વારા લીધા બાદ જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ ડિજિટલ પેમેંટ સેવાનો વિરોધ કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે RBI એ Whatsapp ની ડિજિટલ પેમેંટ સર્વિસનો વિરોધ કર્યો હતો. RBI નું કહેવું છે કે અમારી મંજૂરી લીધા વિના આમ કરી ન શકાય. તેના પર સુપ્રીમ કોર્ટે RBI ને આશ્વાસન આપતાં કહ્યું કે નિયમોનું પાલન સુનિશ્વિત કરાવીશું.

આ તારીખે લોન્ચ થશે શકે છે Motorola One Vision, જાણો ફીચર્સ


વોટ્સએપ આખી દુનિયામાં લોન્ચ કરશે આ સર્વિસ
થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે વોટ્સઅપ પર મેસેજ મોકલવાની સાથે-સાથે શોપિંગ અને ડિજિટલ પેમેંટ પણ થઇ શકે છે. ફેસબુકના CEO માર્ક જુકરબર્ગએ કહ્યું હતું કે કંપની ડિજિટલ પેમેંટ પ્લેટફોર્મ ગ્લોબલ સ્તર પર શરૂ કરશે. તે ભારતમાં હાલ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને એકસાથે ઘણા અન્ય દેશોમાં લોન્ચ કરશે. કંપનીએ 10 લાખ યૂઝર સાથે તેનું સફળ બીટા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

SBI નો દાવો- 'લોકસભા ચૂંટણીમાં બનશે નવો રેકોર્ડ, 1947 બાદ સૌથી વધુ થશે મતદાન'


ગૂગલ પે પર પણ ઉઠ્યા પ્રશ્નો
થોડા દિવસો પહેલાં દિલ્હી હાઇકોર્ટે મોબાઇલ પેમેંટ વોલેટ ગૂગલ પે (Google Pay) વિના સૈદ્ધાંતિક મંજૂરી ભારતમાં શરૂ થતાં કેંદ્વીય બેંક અને કંપની પાસે જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે પૂછ્યું હતું કે જ્યારે ગૂગલ પાસે RBI ની મંજૂરી નથી તો તે કેવી રીતે પેમેંટ વોલનું ભારતમાં સંચાલન કરી રહ્યું છે. જોકે હાઇકોર્ટમાં એક  PIL થઇ હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૂગલ પે એપ વિના સત્તાવાર મંજૂરીના કામ કરી રહ્યા છે.