Which phone Mukesh Ambani use? થોડા સમય પહેલા રામ મંતિરના પવિત્ર સમારોહ વચ્ચે એક સીક્રેટ જાણવા મળ્યું હતું. એશિયાના સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના પરિવારની સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. પરંતુ જે વસ્તુએ બધાનું ધ્યાન ખેંચ્યું, તે માત્ર તેમની હાજરી નહોતી, પરંતુ તેમના હાથમાં રહેલો ફોન પણ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો તાજેતરમાં પોતાના પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરનાર અબજોપતિ મુકેશ અંબાણી કયો ફોન ઉપયોગ કરે છે? તેનો જવાબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન લેવામાં આવેલી તસવીરોમાં છુપાયેલો છે.


રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન હાજર લોકોએ મુકેશ અંબાણીને પોતાના હાથમાં  iPhone 15 Pro Max ની સાથે જોયા હતા. આ ડિવાઇસ એપલનું સૌથી નવું અને મોટું વર્ઝન છે. આ કોઈ સાધારણ ફોન નથી. આ iPhone 15 સિરીઝનું સૌથી મોંઘુ મોડલ છે, જેની કિંમત  1 TB સ્ટોરેજ વેરિએન્ટ માટે લગભગ 2 લાખ રૂપિયા અને  256 GB વેરિએન્ટ માટે 1.50 લાખ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ 1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે મચી લૂટ, 15 રૂપિયા છે ભાવ


ફોનના ફીચર્સ
iPhone 15 Pro Max પોતાના શાનદાર ફીચર્સ માટે જાણીતો છે. તેમાં પાછળ તરફ 48MP, 12MP અને 12MP સેન્સરવાળું દમદાર કેમેરા સેટઅપ છે. સાથે 12MP નો ફ્રંટ કેમેરો પણ છે. ગ્રેડ-5 ટાઇટેનિયમથી બનેલો આ ફોન ન માત્ર મજબૂત છે, પરંતુ વોટર-રેસિસ્ટેન્ટ પણ છે. જે તેની સ્લીક ડિઝાઇનની સાથે ટકાઉ પણ છે. 


નીતા અંબાણી કયો ફોન વાપરે છે?
રસપ્રદ વાત છે કે મુકેશ અંબાણી પરિવારમાં એકમાત્ર એવા વ્યક્તિ નથી, જેની પાસે આ હાઈ-એન્ડ ડિવાઇસ છે. સમારોહ દરમિયાન તેમની પત્ની નીતા અંબાણીના હાથમાં પણ આ ફોન જોવા મળ્યો હતો. મહત્વનું છે કે iPhone 15 Pro Max ભારતભરમાં ઘણી જાણીતી હસ્તિઓ અને રાજનેતાઓના હાથમાં પોતાની જગ્યા બનાવે છે, જેનાથી ખ્યાલ આવે છે કે આ ફોન અન્ય ફોનના મુકાબલે કેટલો શાનદાર છે.