Who is Ahmedabad richest businessman : અરબપતિઓના મામલામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે આવે છે. દેશના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં બીજા નંબર પર આવનારા શખ્સનો સંબંધ અમદાવાદ સાથે છે. વર્ષ 2022 માં એશિયાના સૌથી અમીર શખ્સનો ખિતાબ તેમને મળી ચૂક્યો છે. આજે આ વ્યક્તિ વિશે જાણીએ. ગુજરાતના અમદાવાદના સૌથી અમીર વ્યક્તિ કોણ છે એ આજે તમને બતાવીશું. અદાણી ગ્રૂપના ચેરમેન અને ફાઉન્ડર ગૌતમ અદાણી, જેઓ મુકેશ અંબાણી બાદ ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ અદાણીએ બનાવી મલ્ટી નેશનલ કંપની
અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીનો રુતબો મોટો છે. તેમની કંપની અનેક સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવી ચૂકી છે. માઈનિંગ, નેચરલ ગેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક બીજા સેક્ટરમાં અદાણી ગ્રૂપનું વર્ચસ્વ છે. અદાણી ગ્રૂપની વેલ્યૂ અંદાજે 17 લાખ કરોડ રૂપિયા છે. (જે 213 બિલિયન ડોલર) કહેવાય. ભારતની અર્થવ્યવસ્થા ખાસ કરીને કોલસા સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમની મોટી ભૂમિકા છે. 


અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચા


ગૌતમ અદાણીની નેટવર્થ
Forbes ના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં ગૌતમ અદાણી 20 માં નંબર પર છે. તેમની કુલ નેટવર્થ અંદાજે 7,16,042 કરડ રૂપિયા છે. જેઅંદાજે 85.30 બિલિયન ડોલર છે. તેમણે પોતાના કારોબારની શરૂઆત મુંબઈના ડાયમંડ સોર્ટર (હીરાના વેપારી) તરીકે કરી હતી. બાદમા અમદાવાદ આવીને તેમણે પોતાના ભાઈનો વ્યવસાય સંભાળ્યો હતો. 1988 માં તેમણે Adani Enterprise ની શરૂઆત કરી હતી, જે ટેક્સટાઈલ, એગ્રો પ્રોડક્ટ્સ અને મેટલના વ્યવસાયમાં હતી.  


ગૌતમ અદાણીની સફળતા અને ગ્રૂપનો વિસ્તાર
1995 માં અદાણી ગ્રૂપે Mundra Port (મુન્દ્રા પોર્ટ) નો વિસ્તાર કર્યો, જે હવે ભારતની સૌથી વિકસિત અને મોટા પ્રાઈવેટ સેક્ટરમાં સામેલ છે. તેના બાદ ગૌતમ અદાણીએ ઈન્ટરનેશનલ લેવલ પર ડગ માંડ્યા અને 2009 અને 2012 ની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં Carmichael કોલ માઈન અને Abbot Point Port નું અધિગ્રહણ કર્યું.  


તમે લોકોનું ધ્યાન ભટકાવો છો, એવું કહીને આ પ્લેયરને ઓલિમ્પિકમાંથી બહાર તગેડી દેવાઈ!


લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ઈન્વેસ્ટમેન્ટ
બિઝનેસ ઉપરાંત ગૌતમ અદાણીએ લક્ઝુરી રિયલ એસ્ટેટમાં પણ મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. રાજધાની દિલ્હીમાં તેમણે 400 કરોડની મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી છે. અમદાવાદમાં તેમનું ઘર શાંતિવન સૌથી આલિશાન ઘરમાંથી એક છે. આ ઉપરાંત અદાણી પાસે ઓસ્ટ્રેલિયામાં Abbot Point Port માં પ્રાઈમ લોકેશન પર એક પ્રોપર્ટી પણ છે. 


ગૌતમ અદાણીનું કાર કલેક્શન
ભારતના બીજા નંબરના સૌથી ધનિક શખ્સ ગૌતમ અદાણી પાસે વિશાળ કાર કલેક્શન છે. તેમની પાસે Ferrari California Rolls અને Royce Ghost જેવી મોંઘીદાટ કાર છે. આ ઉપરાંત તેમની પાસે પોતાના ત્રણ પ્રાઈવેટ જેટ છે. 


હોમ લોન લેનારા આ ભૂલ ના કરતા, 20 વર્ષની જગ્યાએ 33 વર્ષ માટે ચૂકવવી પડશે EMI!