મુકેશ અંબાણીના બેસ્ટ ફ્રેન્ડ, દોસ્તી એવી છે કે તે પોતાનો બિઝનેસ છોડીને રિલાયન્સમાં પગાર વગર કરે છે નોકરી
Who is Mukesh Ambani Friend Anand Jain: મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર તેમના એટલા નજીક છે કે તેમણે પોતાની કંપની છોડી રિલાયન્સમાં વર્ષો સુધી પગાર વગર કામ કર્યું. રિલાયન્સના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણી તેમને પોતાના ત્રીજા પુત્રની જેમ માનતા હતા. એમને હવે કંપનીને જોડાવાનો લાભ મળી રહ્યો છે.
Mukesh Ambani Best Friend: અંબાણી પરિવારના દરેક લભ્ય વિશે લોકો જાણે છે. પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હોય કે તેમના પત્ની નીતા અંબાણી. અંબાણી પરિવારના બાળકો હોય કે દાદી કોલિકા બેન અંગાણી. લોકો તેમના વિશે જાણકારી મેળવતા હોય છે. પરંતુ શું તમે દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ખાસ મિત્ર વિશે જાણો છો. મુકેશ અંબાણીના આ ખાસ દોસ્ત તેની એટલા નજીક છે કે તેમણે પોતાની કંપની છોડી રિલાયન્સમાં વર્ષો સુધી પગાર વગર કામ કર્યું. રિલાયન્સના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણી તેને પોતાના ત્રીજા પુત્રની જેમ માનતા હતા. જેનો તમને હવે ફાયદો મળી રહ્યો છે. તેમનો દીકરો પણ સફળતાની સીડીઓ ચડી રહ્યો છે.
કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈન
આનંદ જૈન જૈન કોપ લિમિટેડના ચેરમેન છે. 30 વર્ષો સુધી રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ અને કેપિટલ માર્કેટનો અનુભવ રાખનાર આનંદને કારોબાર જગતમાં લોકો AJ ના નામથી ઓળખે છે. મુકેશ અંબાણીના જિદરી દોસ્ત આનંદ જૈને મિત્રતા માટે વર્ષો સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પગાર વગર કામ કર્યું. ઇકોનોમિક ટાઇમ્સ પ્રમાણે આનંદ અને મુકેશની મિત્રતા 25 વર્ષ જૂની છે.
સ્કૂલના મિત્રો
મુકેશ અંબાણી અને આનંદ જૈને સ્કૂલમાં સાથે ભણ્યા છે. મુંબઈની હિલ ગ્રૈની હાઈ સ્કૂલમાં એક સાથે અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં સાથે શિક્ષણ મેળવ્યું હતું. આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા હતા. આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જતા રહ્યાં હતા. અહીં તેમણે જૈન કોપની શરૂઆત કરી. મુકેશ અંબાણી જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને મુંબઈ આવ્યા તો આનંદને પરત બોલાવી લેવામાં આવ્યા હતા.
મિત્રએ બોલાવ્યા તો પહોંચી ગયા આનંદ જૈન
મિત્રએ બોલાવ્યા તો આનંદ બધુ છોડી પરત મુંબઈ આવી ગયા હતા. તેમણે પોતાનો કામ-ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જોઈન કરી હતી. બંનેએ ત્યાં સાથે કામ કર્યું હતું. ધીરૂભાઈના નેતૃત્વમાં બંનેએ કારોબારનો કક્કો શીખ્યો હતો. ધીરૂભાઈ અંબાણી આનંદને ખુબ પસંદ કરતા હતા. જેથી તેઓ તેમની અત્યંત નજીક આવી ગયા હતા.
પગાર વગર કરતા હતા કામ
ઇકોનોમિક ટાઇમ્સ પ્રમાણે વર્ષ 1980માં જ્યારે ધીરૂભાઈ અંબાણી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિયર કાર્ટેલ મનુ માણેકથી ઘેરાયા હતા, તે સમયે આનંદ જૈને તે શેર બજારના બિયરને કચળવા માટે ધીરૂભાઈની ખુબ મદદ કરી હતી. ત્યારબાદ તે અંબાણી પરિવાર અને ધીરૂભાઈની નજીક આવી ગયા હતા. તેમને રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી. ધીરૂભાઈ અંબાણીએ તેમને રિલાયન્સ કેપિટલના વાઇસ ચેરમેન બનાવ્યા હતા. આ સિવાય તેમણે રિલાયન્સના પેટ્રો કેમિકલ કારોબાર ઈન્ડિયન પેટ્રો કેમિકલ્સ લિમિટેડની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો તેમણે ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
મુકેશ અંબાણીના સલાહકાર
મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે. કોઈપણ ડીલ કે ગંભીર મુદ્દા પર તે આનંદની સલાહ લેવાનું ભૂલતા નથી. આનંદ વર્તમાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે તેમણે રિલાયન્સમાં કામ માટે ક્યારેય પગાર લીધો નથી. રિલાયન્સ અંબાણીના રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ પાછળ આનંદ જૈનનું મગજ છે.
પુત્રએ શરૂ કરી ડ્રીમ 11 કંપની
આનંદ જૈનના પુત્ર હર્ષ જૈને ફેન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ Dream 11 કંપની શરૂ કરી હતી. આજે તેમની કંપનીની વેલ્યૂએશન 8 અબજ ડોલરથી વધુ છે. ડ્રીમ 11 ભારતની અગ્રણી યુનિકોર્ન છે. હર્ષ જૈન 65000 કરોડ રૂપિયાની બ્રાન્ડના કો ફાઈન્ડર છે. તો આનંદ જૈન 2007માં ફોર્બ્સ ઈન્ડિયાની 40 સૌથી ધનીકોના લિસ્ટમાં 11માં સ્થાન પર હતા.