Groundnut Oil Prices રાજકોટ : અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો 40 રૂપિયાનો વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલ થોડુ સસ્તુ થયું છે. કપાસિયા તેલમાં છેલ્લા બે દિવસમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. 


  • સીંગતેલ 15 કીગ્રા જુના ડબ્બાનો ભાવ 2560-2610 રૂપિયા

  • સીંગતેલ 15 કીગ્રા નવા ડબ્બાનો ભાવ 2610-2660 રૂપિયા 

  • કપાસિયા નવા ટીનના 15 ક્રિગ્રા તેલનો ભાવ 1710-1740


સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. 


ગુજરાતમાં ચોમાસાની જમાવટ : ઉમરપાડામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ, પાંચ તાલુકાઓમાં 4 ઈંચ


બે મહિનમાં ક્યારે કેટલો વધારો થયો 


  • 16 જુલાઈ - 40 રૂપિયાનો વધારો

  • 4 જુલાઈ - 70 રૂપિયાનો વધારો

  • 29 જુન - 30 રૂપિયાનો વધારો

  • 5 મે- 10 રૂપિયાનો વધારો 


તો બીજી તરફ, શાકભાજીના વધતા ભાવથી ગૃહણીઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી 50 રૂપિયા કિલો, બટેકા 40 રૂપિયા કિલો થયા છે. લસણ 400-500 રૂપિયા, તો આદું 160-180 રૂપિયા કિલો પર પહોંચ્યું છે. વટાણા 200 રૂપિયા અને ચોળી 180-200 રૂપિયા કિલો થયું છે. ભીંડા 160-200 રૂપિયા કિલો અને ફ્લાવર 160-180 રૂપિયા કિલો પહોંચી ગયા છે. 


ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને 3.36 ટકા થયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો 2.61 ટકા હતો. જૂન 2023માં તે (-) 4.18 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જૂન 2024 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજો, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.


ગરીબ છો અને કેન્સર થયુ છે તો ચિંતા ન કરો, આ સરકારી યોજના કરશે તમારી સારવાર