Dish TV-Yes Bank latest news: શેર બજારમાં ગત કેટલાક દિવસોથી Yes Bank અને  Dish TV ફોકસમાં રહ્યા છે. જોકે યસ બેંકએ ડિશ ટીવીના બોર્ડમાં 5 ડાયરેક્ટર્સને દૂર કરવાની ડિમાન્ડ કરી હતી. આ પ્રસ્તાવને પ્રોક્સી એડવાઇઝરી ફર્મ એ પણ સપોર્ટ કર્યું હતું. પરંતુ હવે Yes Bank અને IiAS પોતે જ પોતાના પ્રશ્નોમાં ફસાતી જોવા મળી રહી છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે Yes Bank ની આવી ડિમાન્ડ રાખવાની મંશા શું છે. ત્યારબાદ  IiAS પણ તેને કેમ સપોર્ટ કરી રહી છે? તેની પાછળ બંનેની મંશા શું છે? અચાનક આવી ડિમાન્ડ્સ કેમ કરવામાં આવી રહી છે? કોના કહેવા પર કહેવામાં આવી રહ્યું છે? અને તેનાથી શું પ્રાપ્ત કરવા માંગે છે? શું Yes Bank અને IiAS કોઇ મોટા કોર્પોરેટ ગ્રુપના ઇશારે આ બધું કરી રહ્યા છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dish TV ના બોર્ડમાં ફેરફાર સંભવ નહી
જોકે, Yes Bank ની ડિમાન્ડને પહેલાં જ પ્રોક્સી એડવાઇઝરી ગ્રુપ  SES એ સહમતિ આપવાની ના પાડી દીધી છે. પ્રોક્સી એડવાઇઝરી ગ્રુપ SES એ પોતાની નોટમાં કહ્યું હતું કે Dish TV ના બોર્ડમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. તેના માટે પહેલાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીની મંજૂરી લેવી પડશે. ઝી બિઝનેસની ટીમે આ સમગ્ર મામલે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ એકઠા કર્યા છે. ઝી બિઝનેસના આસિસ્ટેન્ટ એડિટર બ્રજેશ કુમાર અને એક્ઝિક્યૂટિવ એડિટર સ્વાતિ ખંડેલવાલે આ મુદ્દે લોકો સાથે વાત કરી. તેના આધાર પર ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આશંકા છે કે IiAS અને યસ બેંક બંને કોઇ કોર્પોરેટ ગ્રુપના ઇશારે આ બધુ કરી રહી છે. IiAS એ Yes Bank ની જે ડિમાન્ડને સપોર્ટ કરી તેની પાછળની મંશા શું હતી? તેમનો મહત્વપૂર્ણ રોલ રહ્યો છે?  

3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ


મોટાભાગે જોવા મળ્યું છે કે મોટા રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેસ સાથે જોડાયેલા બધા ફેક્ટ્સ રાખ્યા નથી. કેટલાક સિલેક્ટવિ ફેક્ટ્સ જ સામે રાખવામાં આવ્યા છે. IiAS ખુલીને આ વાતને સામે રાખવા માંગતા નથી. IiAS ને ડિશ ટીવીના પરિણામને રોકવાની ભલામણ કરી છે. સવાલ એ છે તેનથી શું પ્રાપ્ત થશે? શું રોકાણકારોના મનમાં જાણી જોઇને શંકાઓ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવાનો હેતુ શું છે? 


ડીશ ટીવીના મામલે પ્રોક્સી એડવાઇઝરી ફર્મ IiAS ને સવાલ
- શું મોટા રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે IiAS?
- IiAS જણાવે કે કંપની પરિણામોને પાસ ન કરવાથી કોનું ભલું થશે?
- શું કોઇ મોટા કોર્પોરેટ ફર્મ માટે IiAS બની રહી છે 'પ્રોક્સી'?
- શું કોઇ ટેક ઓવરના ઇરાદાવાળીની મદદ કરી રહી છે IiAS?
- યસ બેંકના પ્રસ્તાવિત નોમિની પર સેબી ઓર્ડર, તેના પર IiAS ચૂપ કેમ?
- સિલેક્ટિવ કોર્પોરેટ ગવર્નેંસનો મુદ્દો ઉઠાવવા પાછળ આખરે શું ઇરાદો છે?
- આમ ડાયરેક્ટર કોર્પોરેટ ગવર્નેંસ માટે કે યસ બેંકના હિત માટે?

Rohit Sharma ના કેપ્ટન બન્યા બાદ ખુલી જશે આ ખેલાડીઓની કિસ્મત, ટીમ ઇન્ડીયામાં સ્થાન પાક્કુ!


કોર્પોરેટ ગવર્નેંસ પર જ કેમ સવાલ ઉઠાવી રહી છે IiAS?
IiAS ની મંશાથી સ્પષ્ટ થાય છે કે કોઇ મોટી કોર્પોરેટ કંપની ડિશ ટીવીને ખરીદવા માંગે છે અને આ પ્રકારની વસ્તુઓ બજારમાં ફેલાવીને દબાણ બનાવવામાં આવી રહ્યું છે. રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. યસ બેંકે ડિશ ટીવી માટે પોતાના નોમિનીનો પ્રસ્તાવ આપ્યો છે. તેમાં એક એવા વ્યક્તિને ડાયરેક્ટર બનાવવાનો પ્રસ્તાવ છે જેના વિરૂદ્ધ SEBI એ ઓર્ડર પાસ કર્યો હતો. સિલેક્ટિવ ડિસ્કોઝર આપવાનો આરોપ હતો. અત્યારે પૈસા ભરીને સેબી સાથે સેટલમેન્ટ કર્યું છે. શું એવા વ્યક્તિની ડિશ ટીવીના બોર્ડમાં નિયુક્તિનો પ્રસ્તાવ IiAS ને દેખાતો નથી. શું આવી નિયુક્તિ કોર્પોરેટ ગવર્નેંસ IiAS ના સ્ટાડર્ડ સાથે મેચ થાય છે. આવી જ ભલામણો IiAS એ બીજી કંપનીઓમાં પણ નજર અંદાજ કેમ કરી છે. એવામાં પોરે પ્રોક્સી એડવાઇઝરી ફર્મ પોતે જ કોઇ મોટા કોર્પોરેટ ફર્મની પ્રોક્સી જેવું કામ કરતી જોવા મળી રહી છે. 


Yes bank એ કેટલા લોકોને નોમિનેટ કર્યા?
યસ બેંકએ એવા લોકોનું નામ નોમિનેટ કર્યું છે, જેના પર SEBI એ પોતે પગલાં લીધા છે. યસ બેંકને ડિશ ટીવીમાં સમસ્યા દેખાય છે. પરંતુ બીજી તરફ યસ બેંક એવા વ્યક્તિને ડિશ ટીવીના બોર્ડમાં લાવવા માંગે છે જેના વિરૂદ્ધ એક રેગુલેટરનો ઓર્ડર હતો. યસ બેંક પહેલાં મનફાવે તેમ લોન વહેંચવાના વિરૂદ્ધ શું પગલાં લઇ રહી છે? તેની કોઇ જાણકારી નથી. જેમણે બેંકના સ્વાસ્થ્યને બગાડવામાં મદદ કરી હતી શું બધા લોકો બેંકમાંથી બહાર થઇ ગયા છે? યસ બેંકના બોર્ડને એવા લોકોમાં કોઇ ખોટ દેખાઇ રહી નથી? પરંતુ બીજી કંપનીઓમાં IiAS ને કોર્પોરેટ ગવર્નેંસનો ઇશ્યૂ દેખાઇ છે. એવા ઘણા મુદ્દા છે જે મંશા પર સવાલ ઉઠી રહ્યા છે. 


Yes Bank કેમ કરી રહી છે ડાયરેક્ટર બદલાવાની માંગ?
જોકે આ સમગ્ર મામલે યસ બેંકની મંશા પર જ સવાલ છે. યસ બેંક, Dish TV ના બોર્ડમાં ડાયરેક્ટર્સને બદલવાની માંગ કરી રહ્યું છે. પરંતુ વ્યવસ્થિત રીતે જણાવી રહી નથી કે આ ડાયરેક્ટર્સને કેમ હટાવવામાં આવે અથવા બદલવામાં આવે? જો આ બોર્ડ હટાવવામાં આવશે તો આટલું અનુભવી બોર્ડ ક્યાંથી આવશે? શું યસ બેંકના પ્લાનમાં DTH ઇંડસ્ટ્રીના આટલા અનુભવવાળા લોકો છે? જેમને ઇંડસ્ટ્રીની આટલી સમજ હોય. સવાલ એ પણ છે કે યસ બેંક પોતાની લગભગ 254 ટકા ભાગીદારી માટે બાકી 75% શેર હોલ્ડર્સના હિતોને નજરઅંદાજ કરશે? 


યસ બેંકને સવાલ
- કોણ ડિશ ટીવી ખરીદવા માંગે છે, કોના ઇશારે થઇ રહ્યું છે કામ?
- રાઇટ્સ ઇશ્યૂના પૈસા કંપનીમાં જશે તો પછી પરેશાની કેમ?
- શું ડિશ ટીવીનું મેનેજમેન્ટ બદલી બેંક ચલાવી લેશે કામ?
- બેંકને ફક્ત પોતાના 25% ની ચિંતા બાકી રોકાણકારોનું શું?
- ડિસ્ક્લોઝર લેપ્સના આરોપોઈને બોર્ડમાં લાવવાની મંશા કેમ?
- યસ બેંકએ જેમના નામ આપ્યા તેમની પાસે DTH ઇંડસ્ટ્રીનો શું અનુભવ?
- જેના વિરૂદ્ધ સેબી ઓર્ડર યસ બેંકએ તેના પર શું એક્શન લીધી છે?
- યસ બેંકના જે અધિકારીઓને ખોટી રીતે લોન વહેંચી, બોર્ડે શું પગલાં લીધા?


પોતાના સેગમેંટની સારી પરફોર્મર છે Dish TV
સ્વાતિ ખંડેલવાલના અનુસાર જો રાઇટ્સ ઇશ્યૂ લાવવની વાત થઇ રહી છે. તો પરેશાની શું છે. પૈસા કોઇ ઇંડિવિઝુઅલ પાસે તો થી જઇ રહ્યા ને? પરંતુ ગ્રોથ કેપિટલ માટે તેનો ઉપયોગ થશે. ઘણા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ડિશ ટીવીએ પોતાના સેગમેંટમાં સારું પરર્ફોમન્સ આપ્યું છે. ઇંડસ્ટ્રીની પાયનિયર રહી છે. કંપનીને લક્ષ્ય સુધી તે બોર્ડે પહોંચાડી છે એવામાં કોઇ નક્કર કારણ વિના બોર્ડને બદલવાનું શું કારણ છે? Yes Bank નું મેનેજમેન્ટ ફેરફાર કરીને આખરે શું પ્રાપ્ત કરવા માંગે છે. એવા અનેકો સવાલ છે જે આ મિલીભગતને લઇને રોકાણકારોના મનમાં શંકા પેદા કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube