નવી દિલ્હીઃ તમે પણ ATM માં પૈસા ઉપાડવા માટે જતા હશો. ATMમાંથી પૈસા ઉપાડવા સરળ હોય છે. આજે દરેક જગ્યાએ ATM હાજર છે. જો તમે પણ ક્યારેય ATMની મુલાકાત લીધી હોય તો તમને ખબર હશે કે ત્યાં એક નહીં પરંતુ બે-બે AC હોય છે. પરંતુ જો તમે વિચારી રહ્યાં છો કે તમને ઠંડી હવા આપવા માટે એસી હોય છે તો તમે અલગ વિચારી રહ્યાં છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીના દિવસોમાં ખાસ કરીને એટીએમમાં કેશ કાઢવા કોઈ જાય તો તેને આનંદ આવે છે. કારણ કે ત્યાં એસીની ઠંડી હવા મળે છે. તેવામાં ઘણા લોકોને લાગે છે કે અહીં એસી તેને ઠંડી હવા આપવા માટે લગાવવામાં આવ્યા છે. 


પરંતુ તે સત્ય છે કે એટીએમમાં એસી લોગોને આરામ માટે લગાવવામાં આવતા નથી. હકીકતમાં જમે જોયું હશે કે જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ લાંબો સમય કરો છો તો તે ધીમે ધીમે ગરમ થવા લાગે છે. 


આ પણ વાંચોઃ Post Office: 4 લાખના મળશે 8 લાખ, હવે સરકારની આ યોજનામાં જલદી પૈસા થશે ડબલ


આવું એટીએમ મશીનમાં પણ થાય છે કારણ કે આ એક મશીન છે અને ATM  લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી 24 કલાક ચાલૂ રાખવામાં આવે છે. તેવામાં મશીન ગરમ થઈને ખરાબ થવાની આશંકા બની રહે છે. 


તેથી ATM મશીનને ઠંડુ રાખવા અને સતત સર્વિસ આપવાના ઉદ્દેશ્યથી તે કેબિનમાં એસી લગાવવામાં આવે છે. ઘણી જગ્યાએ એટીએમ મશીનની સંખ્યા વધુ હોય છે તો ત્યાં વધુ એસી લગાવવામાં આવે છે. 


ભારતમાં મોટા ભાગના ATM સેન્ટરમાં બે એસી હોય છે. એકને સ્ટેન્બબાય તરીકે રાખવામાં આવે છે અને બંનેનો અલ્ટરનેટ તરીકે યૂઝ કરવામાં આવે છે. જેથી એટીએમ મશીનને 24 કલાક કૂલિંગ મળી રહે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube