નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને સવાલ કર્યો છે કે ગયા એક વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો થયો હોવા છતાં લાંબા સમય પછી પણ હોમ લોનના ફ્લોટિંગ દર કેમ આટલા વધારે છે? કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન મની લાઇફ ફાઇન્ડેશનની અરજી પર રિઝર્વ બેંકને સવાલ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે આરબીઆઇને કહ્યું છે કે એ અરજીકર્તાને જણાવે કે લાંબા ગાળાના ફ્લોટિંગ રેટને ઓછો કરવા માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મની લાઇફ ફાઉન્ડેશને પોતાની અરજીમાં સવાલ કર્યો હતો કે વ્યાજના દર ઘટ્યા છે તો લાંબાગાળાના લોન મોંઘા કેમ છે? આનો લાભ ગ્રાહકોને નથી મળી રહ્યો. ઘર ખરીદવા માટે હોમ લોન મારફતે વધારે વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. કોઈપણ ખરીદાર સંપત્તિ ખરીદતી વખતે 80% ફાઇનાન્સ કરાવે છે. લોનની આ રકમ એટલી મોટી હોય છે કે એને 5 કે 10 વર્ષમાં સરળતાથી ચુકવી નથી શકાતી. આ સંજોગોમાં ગ્રાહક 15થી 25 વર્ષ કે એના કરતા વધારે સમય માટે લોન લે છે. આ સંજોગોમાં ગ્રાહકને વ્યાજ તરીકે મોટી રકમ બેંકને ચૂકવવી પડે છે. 


ભારતીય રિઝર્વ બેંકે હાલમાં રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો. રેપો રેટ 6.50 ટકા પર સ્થાયી છે. રિવર્સ રેપો રેટમાં પણ કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો અને એ 6.25% પર સ્થાયી છે. કાચા તેલમાં તેજી અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે મોંઘવારી વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને વિશેષજ્ઞોએ આશા વ્યક્ત કરી છે કે મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરોમાં વધારો કરી શકાય છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...