નવી દિલ્હીઃ આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટે ATM Card ના ઉપયોગને સીમિત કરી દીધો છે, પરંતુ આજે પણ એટીએમ કાર્ડ મોટાભાગના લોકો પાસે હોય છે. જો તમારી પાસે એટીએમ કાર્ડ છે, તો રોકડની જરૂરીયાત પૂરી કરવા માટે બેન્ક જવાની જરૂર પડતી નથી અને તમે એટીએમમાં જઈને પૈસા ઉપાડી શકો છો. આ સિવાય શોપિંગ દરમિયાન કાર્ડ સ્પાઇ કરી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે પણ ડેબિટ કાર્ડનો (Debit Card)ઉપયોગ કરતા હશો. તમે જોયુ હશે કે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ પર 16 અંકનો એક નંબર લખેલો હોય છે. ઘણીવાર એટીએમથી ટ્રાન્ઝેક્શનના સમયે તમે કાર્ડ ડીટેલ્સ ભરી હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 16 ડિજિટનો નંબર એટીએમ પર કેમ લખેલો હોય છે? તેનું મહત્વ શું છે? આવો જાણીએ..


વેરિફિકેશન, સિક્યોરિટી અને તમારી ઓળખ સાથે છે તેનો સંબંધ
હકીકતમાં આ 16 ડિજિટ તમારા કાર્ડ સંબંધિત જાણકારી તેની પાસે રાખે છે. તેનો સીધો સંબંધ તમારા કાર્ડના વેરિફિકેશન, સિક્યોરિટી અને તમારી ઓળખ સાથે છે. જ્યારે તમે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો આ નંબર દ્વારા પેમેન્ટ સિસ્ટમને તે ખબર પડે છે કે કાર્ડ કઈ કંપની તરફથી જારી કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ મોટી કમાણી કરાવવા આવી રહ્યો છે આઈપીઓ, સોમવારે ખુલશે, જાણો GMP સહિત દરેક વિગત


સમજો 16 આંકડાના નંબરનું મહત્વ
- પ્રથમ છ ડિજિટથી ખ્યાલ આવે છે કે કઈ કંપનીએ આ કાર્ડને જારી કર્યું છે. તેને ઈશ્યુઅર આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. જેમ કે માસ્ટરકાર્ડ માટે આ નંબર 5XXXXX અને વીઝા કાર્ડ માટે આ નંબર 4XXXXX હોય છે. 


- સાતમાં અંકથી લઈને 15માં અંક સુધીનો નંબર બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય છે. તે બેન્ક એકાઉન્ટ નંબર નથી હોતો પરંતુ તે એકાઉન્ટ સાથે લિંક હોય છે. પરંતુ તેને લઈને તમારે ચિંતા કરવાની જરૂર નથી.


- કોઈપણ કાર્ડના અંતિમ ડિજિટને ચેકમસ ડિજિટ કહે છે. તેનાથી ખ્યાલ આવે છે કે તમારૂ કાર્ડ વેલિડ છે કે નહીં. આ સિવાય ઓનલાઇન પેમેન્ટ કરવા સમયે હંમેશા તમને CVV પૂછવામાં આવે છે. આ નંબર ક્યારેય કોઈ પેમેન્ટ સિસ્ટમમાં સેવ થતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube