Petrol Diesel Price: શું ફરીથી વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? ઓઈલ કંપનીઓની થઈ આ હાલત
Petrol Price: આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલના ભાવમાં વધારો થવાથી આ કંપનીઓનો ખર્ચ પણ વધી ગયો છે. આ કંપનીઓએ રાંધણ ગેસના એલપીજી દરોમાં પણ ખર્ચ અનુસાર ફેરફાર કર્યો નથી.
Petrol Diesel Price in India: દેશમાં ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થવાથી સામાન્ય લોકોને થોડી રાહત તો મળી છે પરંતુ તેનાથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં ખર્ચ મૂલ્ય વધવા છતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોને સ્થિર રાખવાના કારણે કુલ 18,480 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી શેર બજારોને આપવામાં આવેલી જાણકારી બાદ આ વાત સામે આવી છે.
નુકસાનમાં વધારો
આ જાણકારી અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના કારણે તેમનું નુકસાન ઘણું વધી ગયું. આ તેમના માર્કેટિંગ માર્જિનમાં ઘટાડાને કારણે થયું. પેટ્રોલ-ડીઝલ ઉપરાંત ઘરેલું એલપીજીના માર્કેટિંગ માર્જિનમાં ઘટાડો થવાથી આ પેટ્રોલિયમ કંપનીઓને ગત ક્વોર્ટરમાં હાંસલ કરાયેલ મજબૂત રિફાઇનિંગ માર્જિનને પણ ખોટમાં જતા બચાવી શક્યા નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને ખર્ચ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજેરોજ બદલવાનો અધિકાર મળ્યો છે પરંતુ વધતા રિટેલ ફુગાવો દબાણ હેઠળ ચાર મહિનાથી પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધારવામાં આવ્યા નથી.
તારક મહેતા શોની સામે આવી કેટલી વાતો, જે કદાચ જ તમે જાણતા હશો
ખર્ચમાં વધારો
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ કિંમતો વધવાથી આ કંપનીઓનો ખર્ચ પણ વધી ગયો છે. આ કંપનીઓએ રાંધણ ગેસના એલપીજી દરોમાં પણ ખર્ચ અનુસાર ફેરફાર કર્યો નથી. આઇઓસીએ ગત 29 જુલાઈના કહ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમને 1995.3 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. એચપીસીએલે પણ ગત શનિવારના આ ક્વાર્ટરમાં રેકોર્ડ 10,196.94 કરોડ રૂપિયાની ખોટની જાણકારી આપી જે તેમના કોઈપણ ક્વાર્ટરમાં તેની સૌથી વધુ ખોટ છે. આ રીતે બીપીસીએલએ પણ 6,290.8 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે. આ રીતે આ ત્રણેય સાર્વજનિક પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને એક ક્વાર્ટરમાં કુલ 18,480.27 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જે અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટર માટે રેકોર્ડ છે.
આજની વ્યસ્ત લાઈફમાં જાણો મિત્રોનું શું મહત્વ છે, રિપોર્ટમાં કરાયો આ ખુલાસો
સહન કરવું પડ્યું નુકસાન
હકીકતમાં, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલે વધતા ખર્ચને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો નહીં જેથી સરકારને 7 ટકાથી વધુ ચાલી રહેલા ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે. પહેલા ક્વાર્ટરમાં ક્રૂડ ઓઇલની આયાત બેરલ દીઠ 109 અમેરિકન ડોલરની સરેરાશ કિંમતે કરવામાં આવી હતી. જોકે, છૂટક વેચાણ દરો લગભગ $85-86 પ્રતિ બેરલના ખર્ચમાં સમાયોજિત કરવામાં આવ્યા હતા. આ રીતે ઓઈલ કંપનીઓને પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ પર લગભગ 23-24 ડોલરનું નુકસાન થયું છે.
(ઇનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube