8 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરને અચાનક કેમ ખરીદી રહ્યા છે રોકાણકારો? એક નિર્ણયથી તેજી
Vodafone Idea Share: ઘટી રહેલા બજાર વચ્ચે રોકાણકારો વોડાફોન આઈડિયાના શેરની ભારે ખરીદી કરી રહ્યા છે. વોડાફોન આઈડિયાના શેર છેલ્લા કેટલાક સમયથી ફોકસમાં બની રહેલા છે.
Vodafone Idea Share: ઘટી રહેલા બજાર વચ્ચે રોકાણકારો વોડાફોન આઈડિયાના શેરની ભારે ખરીદી કરી રહ્યા છે. વોડાફોન આઈડિયાના શેર છેલ્લા કેટલાક સમયથી ફોકસમાં બની રહેલા છે. મંગળવારે સવારે વોડાફોન-આઇડિયાના શેરમાં 2 ટકાનો વધારો થયો હતો. મંગળવાર 10 ડિસેમ્બરે રૂ. 8ના ભાવે આ શેર ખરીદવા માટે રોકાણકારોમાં ધસારો જોવા મળ્યો હતો. કંપનીના બોર્ડના નિર્ણય બાદ રોકાણકારોની શેર ખરીદવા માટે હોડ લાગી છે.
બોર્ડના નિર્ણય બાદ શેરમાં આવ્યો ઉછાળો
વોડાફોન આઈડિયાના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે કંપનીના બોર્ડના નિર્ણય બાદ આ શેર ખરીદવા માટે રોકાણકારોની હોડ લાગી છે રહી છે. મંગળવારે વોડાફોન આઈડિયાના શેર BSE પર રૂ. 8.25 પર ખૂલ્યા હતા અને થોડા જ સમયમાં તે 2 ટકાના વધારા સાથે રૂ. 8.29 પર પહોંચી ગયા હતા. જો કે, બજારમાં ઘટાડાને કારણે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 11.30 વાગ્યા સુધીમાં શેર રૂ. 8.08 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
કેમ આવી શેરમાં તેજી
વોડાફોન-આઈડિયાના બોર્ડે નિર્ણય કર્યો છે કે તે 1980 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ એક્સ્ચેન્જને માહિતી આપી હતી કે, બોર્ડની બેઠકમાં શેર દીઠ રૂ. 1.28ના ઇક્વિટી પ્રીમિયમ સહિત રૂ. 11.28ના ઇશ્યૂ ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના 1,755,319,148 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો અર્થ એ છે કે વોડાફોન અને પ્રમોટરોને ઓમેગા ટેલિકોમ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ઉષા માર્ટિન ટેલિમેટિક્સ લિમિટેડને પ્રેફરન્શિયલ ધોરણે રૂ. 1980 કરોડના શેર જારી કરવામાં આવશે. આ નિર્ણય બાદ રોકાણકારોમાં કંપનીના શેર ખરીદવા માટે હોડ જોવા મળી રહી છે.
IGIના IPOની પ્રાઇસ બેન્ડ કરાઈ નક્કી, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે મજબૂત સંકેત
હાલમાં જ સરકારે ટેલિકોમ કંપનીઓને રાહત આપતા તેમના માટે બેન્ક ગેરંટી માફ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આનો ફાયદો વોડાફોન આઈડિયાને પણ થયો છે. વોડાફોન પર સરકારના 20 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. જો કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો વર્ષ 2024 તેના માટે કંઈ ખાસ ન હતું. વોડાફોન આઈડિયાના શેરના ભાવ એક વર્ષમાં 37%થી વધુ ઘટ્યા છે. આ વર્ષે કંપનીના શેરમાં 52%નો ઘટાડો થયો છે. જો કે, છેલ્લા 5 વર્ષમાં શેર માત્ર 23% વધ્યા છે.
તમને જણાવી દઈએ કે શેરબજાર જોખમોને આધીન છે. શેરમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.